________________
યોગમાહાભ્યાવિંશિકા/બ્લોક-૫ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે; કેમ કે તે ત્રણે પ્રશ્નોનો એક જ શબ્દરૂપ ઉત્તર એકરૂપ પ્રતીતિનું નિમિત્ત છે અર્થાત્ જો, નો , જો =ગાય, ગાય, ગાય એ રૂપ એક જ શબ્દરૂપ ઉત્તર એક પ્રતીતિનું કારણ છે. તેથી : ઇત્યાકારક શબ્દ, રો: ઇત્યાકારક અર્થ અને : ઇત્યાકારક બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે. શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા માટે વિભાગ:
આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય થવા છતાં શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા અર્થે વિભાગ કરવામાં આવે કે ની: ઇત્યાકારક શબ્દ ગાયનો વાચક છે, : ઇત્યાકારક અર્થ ગાય શબ્દનો વાચક છે અને વાચ્ય છે અને : ઇત્યાકારક બુદ્ધિ ગાયના સ્વરૂપની ઉપસ્થિતિરૂપ બોધાત્મક જીવની પરિણતિ છે, તેથી પ્રકાશરૂપ છે અર્થાત્ શબ્દની જેમ વાચક નથી અને અર્થની જેમ વાચ્ય નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ છે. શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનું જ્ઞાન :
આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો વિભાગ કર્યા પછી તેમાં ધારણા, ધ્યાન અને સમાધિ માટેનો યત્ન કરવામાં આવે તો સંયમ પ્રગટે છે. તે સંયમથી યોગીને દરેક પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન થાય છે અર્થાત્ કોઈપણ પ્રાણી પોતાની ભાષામાં શબ્દપ્રયોગ કરે ત્યારે તે યોગી નિર્ણય કરી શકે છે કે આ અભિપ્રાયથી આ પ્રાણીએ આ શબ્દનો ઉચ્ચાર કર્યો છે આ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન થાય છે, તેથી સંયમરૂપ યોગનું આ અદ્ભુત માહાભ્ય છે. સ્વદર્શન પ્રમાણે શબ્દ, અર્થ અને બુદ્ધિનું સ્વરૂપ :
સ્વદર્શનની પ્રક્રિયા પ્રમાણે કોઈપણ શબ્દ કોઈક અર્થનો વાચક થાય છે, અને તેનો યથાર્થ બોધ શ્રુતજ્ઞાન કહેવાય છે.
શ્રુતજ્ઞાન સર્વજ્ઞકથિત યથાર્થ બોધરૂપ છે, અને સર્વ શ્રુતજ્ઞાન સમ્યક પ્રવૃત્તિ કરાવીને જીવને અસંગભાવમાં લઈ જાય છે અને અંતે વીતરાગતાનું કારણ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org