SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-પ આકાશમાં રહેલા શબ્દગુણનો સ્ફોટ થાય છે, અર્થાત્ જેમ શરાવમાં રહેલી ગંધ જલથી અભિવ્યક્ત થાય છે=શરાવમાં ગંધ સ્પષ્ટ ન હતી, તે તેમાં જલ નાંખવાથી સ્પષ્ટ થાય છે, તેમ આકાશનો શબ્દગુણ સ્પષ્ટ ન હતો, તે ઉચ્ચારણની ક્રિયાથી આકાશમાં રહેલો શબ્દગુણ અભિવ્યક્ત થાય છે, તે સ્ફોટરૂપ શબ્દ છે. (૨) અર્થનું સ્વરૂપ : જાતિ, ગુણ અને ક્રિયાદિરૂપ અર્થ છે. જેમ ઘટમાં રહેલી ઘટત્વ જાતિ, ઘટમાં રહેલા રક્તવર્ણાદિ ગુણો અને ઘટમાં રહેલી જલધારણસામથ્ર્યદિરૂપ ક્રિયા, એ ઘટ શબ્દથી વાચ્ય અર્થ છે. (૩) ધીનું બુદ્ધિનું સ્વરૂપ : આ ઘટ છે એ પ્રકારના શબ્દને સાંભળીને, અને અર્થને પુરીવર્તી રહેલા ઘટરૂપ પદાર્થને, જોઈને, શ્રોતાને ઘટના વિષયના આકારવાળી જે બુદ્ધિની=જ્ઞાનની, પરિણતિ થાય છે, તે ધી=બુદ્ધિ, છે. શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય : શબ્દ, અર્થ અને બુદ્ધિનો કઈ રીતે અભેદથી અધ્યવસાય થાય છે ? તે જો: 'ના દૃષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈ પુરુષ કહે કે “કાં ?', તે વખતે : એ પ્રકારનો શબ્દ છે તે વાચક છે; અને ગી: એ પ્રકારના શબ્દથી પુરોવર્તી રહેલ છેઃ રૂપ પશુ તે વાચ્ય અર્થ છે; અને કોઈ પુરુષે ‘યે નો:' એમ કહ્યું, તે સાંભળીને પુરોવર્સી ગાયમાં નો. એ પ્રકારની બુદ્ધિ=બોધ થાય છે અર્થાત્ ગાય એ પ્રકારના જ્ઞાનની પરિણતિ થાય છે. તે વખતે શબ્દ, અર્થ અને બોધ એ ત્રણનો અભેદથી અધ્યવસાય થાય છે; કેમ કે કોઈ પૂછે કે આ પુરુષે કયો શબ્દ કહ્યો ? તો કહેવાય છે કે : '. આ સામે રહેલો અર્થ શું છે ? તો કહેવાય છે કે “જો: '. અને આ શબ્દને સાંભળીને અને આ અર્થને= પદાર્થને જોઈને કોઈને બોધ થાય છે તે બોધ શું છે ? તો કહેવાય છે કે “જો: ' ઇત્યાકારક બોધ છે. આ રીતે ત્રણે પ્રશ્નોનો એક ઉત્તર અપાતો હોવાથી નક્કી થાય છે કે જો: ઇત્યાકારક શબ્દ, જી: ઇત્યાકારક અર્થ અને શો: ઇત્યાકારક બુદ્ધિ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy