________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૫
આનાથી એ ફલિત થાય કે પદાર્થોના પરિણામો=પર્યાયો, અને પદાર્થ સાથે સંકળાયેલા કાળના પરિણામો અને તે બંનેમાં અન્વયી એવા દ્રવ્યનો વિચાર કરવારૂપ ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામથી પદાર્થના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની પ્રાપ્તિ છે. તેથી કોઈ એક પદાર્થના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ પ્રત્યે કોઈ યોગી ચિત્તને સ્થાપન કરીને ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમમાં યત્ન કરે, તો જગતના સર્વ પદાર્થોને ગ્રહણ કરવાનું આત્મામાં જે સામર્થ્ય છે, તેના પ્રતિબંધક કર્મોના વિક્ષેપો દૂર થાય છે, તેથી ચિત્ત ભૂત અને ભવિષ્યવિષયક સર્વ અર્થોનું જ્ઞાન કરવા સમર્થ બને છે. તેથી ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ પ્રકારના સંયમરૂપ યોગનું માહાત્મ્ય છે કે યોગી ભૂત અને ભવિષ્યના જ્ઞાનને જાણવા સમર્થ બને છે.
પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ કરે છે
૧૨
ટીકા ઃ
शब्दः श्रोत्रेन्द्रियग्राह्यनियतक्रमवर्णात्मा, क्रमरहितः स्फोटात्मा ध्वनिसंस्कृतबुद्धिग्राह्यो वा, अर्थो जातिगुणक्रियादिः, धीर्विषयाकारा बुद्धिवृत्तिः, एता हि गौरिति शब्दो, गौरित्यर्थी, गौरिति च धीरित्यभेदेनैवाध्यवसीयन्ते, कोऽयं शब्द इत्यादिषु प्रश्नेषु गौरयमित्येकरूपस्यैवोत्तरस्य प्रदानात्, तस्य चैकरूपप्रतिपत्तिनिमित्तकत्वात्, तत एतासां विभागे चेदं शब्दस्य तत्त्वं यद्वाचकत्वं नाम, इदं चार्थस्य यद्वाच्यत्वम्, इदं च धियो यत्प्रकाशत्वमित्येवंलक्षणे संयमात् सर्वेषां भूतानां मृगपशुपक्षिसरीसृपादीनां रुतस्य शब्दस्य धीर्भवति, अनेनैवाभिप्रायेण अनेन प्राणिनाऽयं शब्दः समुच्चरित इति, तदुक्तं - “शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्संकरस्तत् प्रविभागसंयमात् सर्वभूतरुतज्ञानम्" [३-१७] इति ।।५ ।।
શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ ‘શબ્દ'નો અર્થ કરે છે
ટીકાર્થ ઃ
શબ્દઃ વાદ્યો વા, (૧) શ્રોત્રેન્દ્રિયગાહ્ય નિયતક્રમવાળા વર્ણસ્વરૂપ શબ્દ છે. જેમ ઘટ એ પ્રકારના નિયત ક્રમરૂપ=‘ઘ’ અને ‘ટ’ એ પ્રકારના નિયત ક્રમરૂપ, ઘટ શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
—
www.jainelibrary.org