________________
યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-૫
આ રીતે અભ્યાસ કરવાથી પરિણામોમાં સંયમ પ્રગટે છે, અને તે પરિણામો પાતંજલ મતાનુસાર ત્રણ પ્રકારે છે -- ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ ત્રણ પ્રકારના પરિણામોનું સ્વરૂપ –
(૧) ધર્મપરિણામ:- જેમ માટી સ્વરૂપ ધર્મીનો, પિંડરૂપ ધર્મના પરિત્યાગથી, ઘટરૂપ ધર્માતરનો સ્વીકાર, તે ધર્મપરિણામ કહેવાય છે.
(૨) લક્ષણપરિણામ - જે પ્રમાણે તે જ ઘટનો અનાગત અધ્વના=માર્ગના, પરિત્યાગથી–પિંડ ઘટરૂપે બન્યો ન હતો ત્યારે ઘટ અનાગત અધ્વમાં હતો, અને જ્યારે પિંડ ઘટરૂપે બને છે, ત્યારે ઘટના અનાગત અધ્વના પરિત્યાગથી, વર્તમાન અધ્વનો સ્વીકાર થાય છે અર્થાત્ પિંડમાંથી ઘટ વર્તમાન ક્ષણમાં ઘટરૂપે પ્રગટ થાય છે, અને તેના પરિત્યાગથી વર્તમાન ક્ષણમાં ઉત્પન્ન વર્તમાન ક્ષણના અધ્વના સ્વીકારવાળા ઘટના વર્તમાન ક્ષણના અધ્વના પરિત્યાગથી, અતીત અધ્વનો સ્વીકાર બીજી ક્ષણમાં થાય છે અર્થાત્ પ્રથમ ક્ષણનો ઘટ બીજી ક્ષણમાં પ્રથમ ક્ષણનો ત્યાગ કરીને બીજી ક્ષણનો સ્વીકાર કરે છે, તે લક્ષણ પરિણામ સ્વરૂપ પરિણામ, કહેવાય છે. અર્થાત્ પૂર્વેક્ષણનો પરિણામ બીજી ક્ષણના પરિણામવાળો થાય છે ત્યારે ઘટ પૂર્વેક્ષણનો પરિત્યાગ કરીને બીજી ક્ષણનો સ્વીકાર કરે છે.
(૩) અવસ્થાપરિણામ - જે પ્રમાણે તે જ ઘટની પ્રથમ અને દ્વિતીય સશક્ષણમાં અન્વયિપણારૂપે ઘટની અવસ્થા છે, તેથી તે બંને ક્ષણમાં ઘટનો અવસ્થા પરિણામ છે અર્થાત્ પ્રથમ ક્ષણની અવસ્થાવાળો ઘટ બીજી ક્ષણની અવસ્થાવાળો થાય છે, તે અવસ્થા પરિણામ છે.
આ પ્રમાણે ત્રણ પ્રકારના પરિણામો બતાવીને તેમાં કોઈ યોગી ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણે એકવિષયક બને તેવો સંયમ કરે, તો સર્વ અર્થના=સર્વ પદાર્થોના, ગ્રહણના સામર્થ્યના પ્રતિબંધક એવા ચિત્તના વિક્ષેપોનો પરિહાર થવાથી, તે યોગીને અતીત, અનાગતનું જ્ઞાન=અતિક્રાંતિ અને અનુત્પન્ન એવા અર્થોનો બોધ થાય છે અર્થાત્ ભૂતકાળમાં થયેલા પદાર્થોનો અને ભવિષ્યમાં થનારા પદાર્થોનો બોધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org