________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫
સ્વદર્શનની માન્યતાનુસાર ધારણા, ધ્યાન અને સમાધિનું સ્વરૂપ :
કોઈ એક વિષયને ગ્રહણ કરીને તેમાં પ્રથમ ધારણા=અવિચ્યુતિરૂપ ધારણાનો ઉપયોગ, ત્યારપછી ધ્યાન તદ્વિષયક એકાગ્ર ઉપયોગ, અને સમાધિ=ધ્યાનના વિષયીભૂત એવા ધ્યેયની સાથે તન્મય અવસ્થા થાય તે સમાધિ છે.
૧૦
ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણ એક વિષયવાળા હોય તે સંયમ છે અર્થાત્ પ્રથમ ભૂમિકામાં ધારણાસંયમ થાય છે, ત્યારપછી ધ્યાનસંયમ પ્રાપ્ત થાય છે અને અંતે સમાધિસંયમ પ્રાપ્ત થાય છે.
જેમ સ્વદર્શન પ્રમાણે પરમાત્માની મૂર્તિને અવલંબીને, પરમાત્માની તત્ત્વકાય અવસ્થા અને પરમાત્માની કર્મકાય અવસ્થાને બતાવનાર પરમાત્માની મૂર્તિ છે, એ પ્રકારનો યથાર્થ બોધ કરીને, મૂર્તિ સન્મુખ ચિત્તમાં તે બે અવસ્થાની ઉપસ્થિતિ થાય, એ રીતે ધારણા કરવામાં આવે, અને ચિત્તમાં પરમાત્માની તે બે અવસ્થામાં અવિચ્યુતિરૂપ ઉપયોગ પ્રવર્તે, ત્યારે તે મૂર્તિવિષયક ધારણા પ્રગટે છે.
ધારણાના ઉત્તરભાવી પરમાત્માની તત્ત્વકાય અવસ્થા અને કર્મકાય અવસ્થા સાથે એકાગ્રચિત્ત થાય ત્યારે ધ્યાન પ્રગટે છે.
ધ્યાનમાં પરમાત્માની તત્ત્વકાય અવસ્થા અને કર્મકાય અવસ્થા સાથે જે ચિત્તની એકાગ્રતા થાય છે, તે એકાગ્રતા પ્રકર્ષવાળી થાય અને તન્મય ઉપયોગ થાય ત્યારે સમાધિ પ્રગટે છે.
આ રીતે ૫રમાત્માની તત્ત્વકાય અવસ્થા અને કર્મકાય અવસ્થા સાથે એકતારૂપ ઉપયોગ પ્રવર્તે ત્યારે પરમાત્માની મૂર્તિવિષયક ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ પ્રગટે છે.
આ રીતે સંયમ બતાવ્યા પછી સંયમના અભ્યાસથી હેય-જ્ઞેયાદિવિષયક જ્ઞાનનો વિસ્તાર થાય છે, અને એ જ્ઞાનના વિસ્તાર અર્થે અભ્યાસ કરનાર યોગીએ ચિત્તની સ્કૂલ-સૂક્ષ્મ આલંબનના ભેદવાળી ભૂમિમાં સંયમ કરવા અભ્યાસ ક૨વો જોઈએ, અને તે સ્થૂલ ભૂમિમાં પોતાને અભ્યાસ થઈ ચૂક્યો છે, એવું જણાય ત્યારે ઉત્તરની સૂક્ષ્મ ભૂમિમાં સંયમનો અભ્યાસ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org