SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાભ્યાત્રિશિકા/શ્લોક-પ સંયમનો અર્થ કર્યો પછી શ્લોકમાં સંયમત્ પંચમી વિભક્તિ છે, તેને સ્પષ્ટ કરતાં ટીકામાં કહે છે -- તતઃ...... મતિ, પરિણામોમાં ધર્મરૂપ પરિણામમાં, લક્ષણરૂપ પરિણામમાં અને અવસ્થારૂપ પરિણામમાં તેનાથી=પૂર્વમાં વર્ણન કર્યું તે ચિતના સંયમથી, સર્વ અર્થના ગ્રહણના સામર્થના પ્રતિબંધક એવા વિક્ષેપનો પરિહાર થવાથી, અતીત, અનાગત જ્ઞાન=અતિક્રાંતિ અને અનુત્પન્ન અર્થનું પરિચ્છેદન, યોગી થાય છે. તકુતમ્ - તે=પરિણામોમાં સંયમ કરવાથી યોગીને અતીત-અનાગત જ્ઞાન થાય છે એમ પૂર્વમાં વર્ણન કર્યું તે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૬માં કહેવાયેલું છે. “રિણામ ..... અનાતિમ્” રૂતિ છે પરિણામ ત્રણના સંયમથી=ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામ ત્રણના સંયમથી, યોગીને અતીત, અનાગત જ્ઞાન થાય છે.” રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૩/૧૬ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો – પંતજલિ ઋષિએ પ્રસ્તુત શ્લોકમાં યોગના બે પ્રકારનાં માહાભ્યો બતાવ્યાં છે. તેમાંથી ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામોમાં સંયમ કરવાથી અતીત, અનાગત જ્ઞાન થાય છે, એ એક પ્રકારનું યોગનું માહાસ્ય પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી બતાવે છે – (૧) પરિણામમાં સંયમ કરવાથી અતીત, અનાગતવિષયક જ્ઞાનનું પરિચ્છેદન - યોગ એ સંયમરૂપ છે. તેથી પ્રથમ સંયમનો અર્થ ગ્રંથકારશ્રી કરે છે – કોઈ એક વિષયક ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ સંયમ છે. આ ધારણા, ધ્યાન અને સમાધિનું વિશેષ સ્વરૂપ જુઓ-૨૪મી બત્રીશી શ્લોક-૯માં ધારણાનું સ્વરૂપ, શ્લોક-૧૮-૧૯-૨૦માં ધ્યાનનું સ્વરૂપ અને શ્લોક-૨૭માં સમાધિનું સ્વરૂપ બતાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy