________________
યોગમાયાભ્યદ્વાત્રિશિકા/બ્લોક-૧-૨-૩-૪ શ્લોક-૨નો ભાવાર્થ :યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્રઅધ્યયન નિરર્થક :
યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્રઅધ્યયન નિરર્થક છે; તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જેમ કોઈ ધનવાન પુરુષને પુત્ર, સ્ત્રી અને કુટુંબીજનો આદિ વિશાળ પરિવાર હોય અને તેના કારણે તેને થાય કે હું જગતમાં ઘણો સુખી છું, તો તે પ્રમાણે ભાવો કરીને તેવા સંસારી જીવો સંસારની વૃદ્ધિ કરે છે.
તેમ જે યોગીઓ સંયમ ગ્રહણ કરીને ઘણાં શાસ્ત્રો ભણે છે અને શાસ્ત્રોને જોડવા માટે નિપુણ પ્રજ્ઞાવાળા પણ છે, તેથી બુદ્ધિશાળી છે; આમ છતાં કોઈક કર્મના દોષથી શાસ્ત્રના રહસ્યભૂત યોગને પ્રાપ્ત ન કરી શકે, તો શાસ્ત્રઅધ્યયનથી પણ હું વિદ્વાન છું' ઇત્યાદિ મોહધારાની વૃદ્ધિ કરીને સંસારની વૃદ્ધિ કરે છે. તેથી શાસ્ત્રઅધ્યયનની પ્રવૃત્તિમાં પણ અત્યંત મહત્ત્વનું સ્થાન યોગમાર્ગની પ્રાપ્તિનું છે. માટે યોગના માહાભ્યનું અવધારણ કરીને યોગમાર્ગના રહસ્યની પ્રાપ્તિ થાય તેમ શાસ્ત્રઅધ્યયન કરવું જોઈએ.
શ્લોક-૩નો ભાવાર્થ - યોગરૂપ કલ્પવૃક્ષનાં ફળ :
યોગના સેવનથી જ્ઞાનાવરણીય, લાભાંતરાય, વીયતરાય આદિ કર્મોના ક્ષયોપશમથી જન્ય ઘણા પ્રકારની લબ્ધિઓ આ જન્મમાં પ્રગટે છે.
યોગના સેવનથી જન્માંતરમાં ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ વગેરેની પ્રાપ્તિરૂપ મહોદય થાય છે.
યોગના સેવનથી યોગીપુરુષમાં કર્મની પરતંત્રતા ચૂન-ન્યૂનતમ થાય છે અને આત્મા પ્રકૃષ્ટ રીતે સ્વાધીન બને છે, તેથી બાહ્ય પદાર્થો કૃત સંક્લેશ થતો નથી.
આ સર્વ યોગરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે. શ્લોક-૪નો ભાવાર્થ - જેમને યોગ સિદ્ધ થયો છે એવા તીર્થંકર, ગણધરાદિ ભગવંતોએ શ્રતગ્રંથોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org