________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૧-૨-૩-૪
(૧) શાસ્ત્રનું સારભૂત રહસ્ય યોગ :
મોક્ષને સાધનાર એવી જીવની પરિણતિરૂપ ‘યોગ’ શાસ્ત્રનું ઉપનિષદ્ છે અર્થાત્ યોગ સર્વ શાસ્ત્રોનું સારભૂત રહસ્ય છે.
આનાથી એ ફલિત થાય છે કે ઘણાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય અને યોગમાર્ગનો બોધ ન થાય તો તે શાસ્ત્રઅધ્યયન શાસ્ત્રોના રહસ્યની પ્રાપ્તિ વગરનું છે.
(૨) સર્વકર્મક્ષયરૂપ મોક્ષનો માર્ગ યોગ :
સંપૂર્ણ શુદ્ધ આત્માને પ્રગટ ક૨વાને અનુકૂળ મન, વચન અને કાયાના સુદઢવ્યાપારરૂપ ક્રિયા યોગ છે.
૫
(૩) અપાયનું શમન યોગ :
આત્મા માટે મોહાકુળ ચેતના અપાયરૂપ છે, અને ઉચિત પ્રવૃત્તિ દ્વારા જેમ જેમ મોહાકુળ ચેતનાનું શમન થાય છે, તેમ તેમ અંશથી અપાયના શમનવાળી ચેતના પ્રગટ થાય છે, તે અપાયનું શમન યોગ છે.
(૪) કલ્યાણનું કારણ યોગ :
મોહથી અનાકુળ એવી યોગની પરિણતિ પ્રગટ કરવાને અનુકૂળ જે વ્યાપાર થાય છે, તે વ્યાપારથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ અને યોગમાર્ગનાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરા થાય છે, જેથી યોગના સેવનના ફળથી જન્માંત૨માં જનાર યોગી સુદેવત્વ અને સુમનુજત્વને પામીને કલ્યાણની પરંપરા દ્વારા પૂર્ણ કલ્યાણરૂપ મોક્ષફળને પ્રાપ્ત કરે છે. તેથી કલ્યાણનું કારણ યોગ છે.
સારાંશ:
આત્મામાં વર્તતા ક્લેશના શમનરૂપ યોગ છે, અને ક્લેશનું શમન એ શાસ્ત્રનું રહસ્ય છે; કેમ કે તે શમન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ બને છે અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અપાયના શમનથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org