SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાભ્યદ્વાત્રિશિકાસંકલના શ્લોક-૨૭ : યોગનું સેવન દુષ્કર હોય તોપણ જે જીવો યોગના માહાભ્યને અવધારીને સતત “યોગ' એ બે અક્ષરોને સ્મૃતિપથમાં રાખે છે, તેમના ચિત્તમાં પાપો પ્રવેશ પામતાં નથી, એ પ્રમાણે શ્લોક-૨૭માં જણાવેલ છે. શ્લોક-૨૮: આ યોગ માત્ર બાહ્ય ચિત્તના પ્રણિધાનરૂપ નથી, તેથી શરીરના આરોગ્ય અર્થે કે આજીવિકા અર્થે કે માનખ્યાતિ અર્થે હઠયોગને સેવીને કોઈ સિદ્ધિઓ પામે તો તેવો હઠયોગ વિડંબણારૂપ હોવાથી વિનાશનું કારણ છે, એ પ્રમાણે શ્લોક-૨૮માં જણાવેલ છે. શ્લોક-૨૯ છેવટે યોગનું માહાભ્ય સાંભળ્યા પછી યોગ પ્રાપ્ત ન થઈ શકે, સતત યોગ' એ પ્રકારના બે અક્ષરોનું ધ્યાન પણ ન થઈ શકે, છતાં જેમના ચિત્તમાં યોગની સ્પૃહા પ્રગટી છે, તેથી યોગીઓનાં વર્ણનોને સાંભળીને જેઓનું ચિત્ત પુલકિત થાય છે, તેવા જીવોની યોગની સ્પૃહા પણ કલ્યાણની પરંપરાનું કારણ છે, એ પ્રમાણે શ્લોક-૨૯માં કહેલ છે. શ્લોક-૩૦ : યોગ ચાર અતિશયવાળા એવા ભગવાનનો પણ અનુગ્રહ કરનાર છે, અને અચિંત્ય પુણ્યના સંચયવાળા એવા યોગથી અનુગૃહીત થયેલા તીર્થકરો પણ યોગના માહાભ્યથી જગપૂજ્ય બને છે, એ પ્રમાણે શ્લોક-૩૦માં કહેલ છે. શ્લોક-૩૧ : યોગ, ભરતક્ષેત્રમાં ચક્રવર્તીપણાને ભોગવનાર ભરત મહારાજાને ક્ષણમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે, તેથી દૃઢ યત્નપૂર્વક યોગમાં ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રમાણે શ્લોક-૩૧માં જણાવેલ છે. શ્લોક-૩૨ : પૂર્વભવમાં જેમણે ક્યારેય યોગને સેવ્યો નથી, તેવાં મરુદેવા માતા પણ યોગના બળથી પરમપદને પામ્યાં. માટે આપણે પૂર્વભવમાં યોગને સેવ્યો નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy