________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંકલના શ્લોક-૨૨ -
પતંજલિ ઋષિએ શ્લોક-પથી ૨૧માં બતાવેલ યોગથી થતી સિદ્ધિઓ ગ્રંથકારશ્રીને માન્ય છે, ફક્ત પતંજલિ ઋષિનાં તે વચનો કઈ રીતે સંગત છે અને કઈ રીતે વિચારણીય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૨માં કરેલ છે.
ગ્રંથકારશ્રીના કથનથી એ ફલિત થાય છે કે યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિ રાગાદિના ઉમૂલનને અનુકૂળ માર્ગાનુસારી માનસિક, વાચિક અને કાયિક વ્યાપારરૂપ છે, અને તે વ્યાપારથી તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી અને તે તે પ્રકારના વર્યાતરાયના ક્ષયોપશમથી અનેક લબ્ધિઓ થાય છે; અને જ્ઞાનાવરણના ક્ષયથી અને વીર્યંતરાયના ક્ષયથી કેવલીમાં તે સર્વ લબ્ધિઓ સ્વાભાવિક પ્રાપ્ત છે, છતાં મોહરહિત એવા કેવલીભગવંતો ક્યારેય તે લબ્ધિઓનું પ્રવર્તન કરતા નથી. શ્લોક-૨૩ :
યોગ' એ ખરેખર તો અનેક ભવોમાં સેવાયેલાં પાપોની શુદ્ધિને અનુકૂળ જીવવ્યાપારરૂપ છે. તેથી શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ સર્વ પાપોના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે તેમ કહેલ છે. શ્લોક-૨૪ -
યોગના સેવનથી પ્રકર્ષને પામેલા એવા ક્ષપકશ્રેણીવાળા યોગી નિકાચિત પણ કર્મોનો યોગથી ક્ષય કરી શકે છે, એ પ્રમાણે શ્લોક-૨૪માં જણાવેલ છે. શ્લોક-૨૫ -
પાપી જીવોને પણ આ યોગ ક્ષણમાં પાપથી મુક્ત કરે છે, એવા અદ્ભુત માહાભ્યવાળો આ યોગ છે, એ પ્રમાણે શ્લોક-૨૫માં કહેલ છે. શ્લોક-૨૬ :
દઢપ્રહારીનું શરણ યોગ છે, ચિલાતપુત્રનો રક્ષક યોગ છે, વળી યોગ પાપ કરનારાઓની પક્ષપાતથી શંકા કરતો નથી અર્થાતુ ગમે તેવા પાપી હોય કે ધર્મી હોય તે યોગનું અવલંબન લે તો યોગ સર્વ જીવોને શરણરૂપ બને છે, એ પ્રમાણે શ્લોક-૨માં જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org