________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંકલના
૨૬મી યોગમાયાખ્યદ્વાચિંશિકા'માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
૨પમી ક્લેશતાનોપાયબત્રીશીમાં ક્લેશનાશનો ઉપાય યોગ છે, તેમ બતાવ્યું. ગ્રંથકારશ્રી હવે પ્રસ્તુત યોગમાયાભ્ય બત્રીશીમાં યોગનું માહાસ્ય બતાવે છે, તેથી યોગ્ય જીવોને યોગ સેવવાનો ઉત્સાહ થાય. શ્લોક-૧ -
યોગ એ શાસ્ત્રનું ઉપનિષદ્ છે, મોક્ષનો માર્ગ છે, અનર્થોના શમનરૂપ છે અને કલ્યાણનું કારણ છે, એમ શ્લોક-૧માં બતાવેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાને બતાવેલા ઉપદેશનો સાર મોહના ઉમૂલનને અનુકૂળ-વ્યાપારરૂપ યોગ છે, અને તે વ્યાપારથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, અનર્થો દૂર થાય છે અને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. શ્લોક-૨ -
મોહના ઉમૂલન માટે જેમાં યત્ન ન હોય તેવી શાસ્ત્રાધ્યયનની ક્રિયા કે શાસ્ત્રજ્ઞાન પણ સંસારનું કારણ છે, એ પ્રમાણે શ્લોક-૨માં જણાવેલ છે. શ્લોક-૩ -
યોગની પ્રાપ્તિ સાથે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરલોકમાં કલ્યાણની પરંપરા થાય છે અને યોગના પ્રભાવથી આત્મા કર્મના પાતંત્ર્યથી મુક્તમુક્તતર થાય છે, એ પ્રમાણે શ્લોક-૩માં બતાવેલ છે. . શ્લોક-૪ :
યોગની સિદ્ધિથી અનેક લબ્ધિઓ થાય છે, તેમ શાસ્ત્રમાં બતાવ્યું છે. તેમ અન્ય દર્શનકાર એવા પતંજલિ ઋષિ પણ યોગના સેવનથી અનેક લબ્ધિઓ થાય છે, તેમ બતાવે છે, તે કથન શ્લોક-૪માં જણાવેલ છે. શ્લોક-૫ થી ૨૧ -
પતંજલિ ઋષિએ બતાવેલ યોગના માહાભ્યથી થતી અનેક લબ્ધિઓનું વર્ણન પાતંજલયોગસૂત્ર રાજમાર્તડ ટીકા અનુસાર શ્લોક-૫ થી ૨૧માં બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org