________________
યોગમાહાસ્યદ્વાત્રિશિકા/પ્રસ્તાવના શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ માંગું છું, પ્રાંતે સ્વઅધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ અલ્પ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, અને શ્રુતવિવેકજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું.
સંસારી આત્મામાં ક્લેશને કરાવનારાં કર્યો છે, તેથી અક્લેશસ્વભાવવાળો પણ સંસારી આત્મા ક્લેશને અનુભવે છે. ૨પમી ક્લેશતાનોપાયબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ તે ક્લેશનાશનો ઉપાય યોગ' છે તેમ કહેલ છે, અને પ્રસ્તુત યોગમાહાભ્યબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ યોગનું માહાભ્ય બતાવેલ છે. આશય એ છે કે અનાદિકાળથી જીવમાં યોગમાર્ગથી વિપરીત માર્ગ દૃઢ થયેલો છે, તેથી આત્મામાં યોગમાર્ગમાં પ્રવેશ અતિ દુષ્કર છે. આમ છતાં યોગમાર્ગની સ્પૃહાવાળા જીવો ઉચિત આલંબનો લઈને પોતામાં યોગમાર્ગને ક્રમશઃ પ્રગટ કરી શકે છે. તેથી યોગના માહાભ્યનું આ વર્ણન પ્રજ્ઞાધન વિચારક જીવોને યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બની શકે છે. આ રીતે યોગના માહાભ્યનો સમ્ય બોધ કરીને સતુમાં પ્રવૃત્ત થઈને અને અસતુથી નિવૃત્ત થઈને હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યજનો નિકટના ભાવોમાં પરમપદને=મોક્ષસુખને પામીએ એ જ શુભ અભ્યર્થના !
- “bળ્યાગમસ્ત સર્વગીવાનામ' -
વિ. સં. ૨૦૬૪, મહા સુદ-૫, તા. ૧૧-૨-૨૦૦૮, સોમવાર, એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭.
વ્યાખ્યાનવાચસ્પતિ પ. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ. પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org