________________
યોગમાહાભ્યદ્વાબિંશિકા/પ્રસ્તાવના ત્યારપછી શ્લોક-૨૩થી ૨૭માં સ્વદર્શનાનુસાર યોગનું માહાભ્ય બતાવીને શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે બાહ્યથી યોગસદશ હઠયોગની પ્રવૃત્તિથી યોગની વિડંબણા થાય છે. ત્યારપછી શ્લોક-૨૯માં કહ્યું કે યોગની સ્પૃહા પણ જીવ માટે સંસારતાપના વ્યય માટે વર્ષાઋતુના આગમન જેવી અને મહોદયરૂપી સરોવરના તીરે વાતી પવનની લહરીના અંશ જેવી છે. ત્યારપછી શ્લોક૩૦માં યોગનું અચિંત્ય સામર્થ્ય બતાવતાં કહ્યું કે અન્ય જીવોને તો યોગ અનુગ્રહ કરે છે પરંતુ પરમેશ્વરને પણ યોગ અનુગ્રહ કરે છે. ત્યારપછી શ્લોક૩૧-૩૨માં યોગનું વિશિષ્ટ મહાભ્ય બતાવતાં કહ્યું કે પખંડ ચક્રવર્તી ભરત મહારાજાને પણ યોગથી કેવલલક્ષ્મીની પ્રાપ્તિ થઈ, અને પૂર્વભવોમાં અપ્રાપ્તધર્મવાળા પણ પરમાનંદથી આનંદિત થયેલા મરુદેવામાતાને યોગના પ્રભાવથી પરમપદની પ્રાપ્તિ થઈ. આ રીતે સર્વદિશાથી માહાભ્યપૂર્ણ યોગ છે એમ પૂજ્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કહ્યું છે.
આ રીતે ૨૬મી યોગમાયાભ્યબત્રીશીમાં આવતા પદાર્થોનું અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવેલ છે. વિશેષ તો ગ્રંથકારશ્રીની ટીકાના આધારે જે શબ્દશઃ વિવેચન કરેલ છે, તે વાંચતાં અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે.
આ બત્રીશીના ગુજરાતી વિવરણના પૂફસંશોધન કાર્યમાં મૃતોપાસકસ્વાધ્યાયપ્રેમી સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે.
અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિરવાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૨૬મી યોગમાયાભ્યબત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org