________________
યોગમાયાભ્યદ્વાચિંશિકા/પ્રસ્તાવના
૨પમી “ક્લેશતાનોપાય બત્રીશીમાં ક્લેશનાશનો ઉપાય યોગ છે, તેમ બતાવ્યું, તેથી પ્રસ્તુત “યોગમાયાભ્ય' બત્રીશીમાં યોગનું માહાભ્ય બતાવેલ છે. તેમાં શ્લોક-૧થી ૪માં યોગનું માહાભ્ય બતાવ્યા પછી શ્લોક-પથી ૨૧માં પાતંજલદર્શનમતાનુસાર પાતંજલ યોગસૂત્રના વિભૂતિપાદમાંથી યોગવિભૂતિઓનું વર્ણન તથા સમીક્ષણ પ્રસ્તુત બત્રીશીમાં કરવામાં આવેલ છે.
ત્યારપછી ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૨માં પતંજલિઋષિએ બતાવેલ યોગથી પ્રાપ્ત થતી લબ્ધિઓ કઈ રીતે સંગત છે અને કઈ રીતે અસંગત છે તે બતાવતાં કહ્યું છે કે પતંજલિઋષિએ યોગના સેવનથી થતી સિદ્ધિઓનું વર્ણન કર્યું તે સિદ્ધિઓ બે પ્રકારની છે– (૧) જ્ઞાનાત્મક સિદ્ધિઓ, અને (૨) વીર્યાત્મક સિદ્ધિઓ.
એમાં જે જ્ઞાનાત્મક સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ પ્રત્યે તે તે સૂક્ષ્મબોધને અનુકૂળ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમાદિ હેતુ છે, અને જે વર્યાત્મક સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ પ્રત્યે તે તે પ્રકારના વીર્યવ્યાપારને અનુકૂળ વયતરાયકર્મના ક્ષયોપશમાદિ હેતુ છે. પાતંજલમતાનુસાર વર્ણન કરાયેલ સિદ્ધિઓમાં સતુમાં પ્રવૃત્તિથી અને અસતુમાં નિવૃત્તિથી તેવા પ્રકારના ક્ષયોપશમના આધાન દ્વારા જ સંયમ કારણ છે, પરંતુ તે તે વિષયના જ્ઞાનના પ્રણિધાનાદિરૂપ સંયમ કારણ નથી. પતંજલિઋષિએ ચિત્તની એકાગ્રતા માટે જે જે આલંબનો કહ્યાં છે, તેમાંથી પોતાની ભૂમિકા અનુસાર ઉચિત આલંબનને ગ્રહણ કરીને તેમાં ચિત્તને સ્થાપન કરવામાં આવે, અને તેના દ્વારા મોહના ઉમૂલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપાર થાય તે રીતે તે તે વિષયમાં સંયમ કરવામાં આવે, તો તે આલંબન પણ મોહક્ષયનું કારણ બને, અને તેનાથી યોગની સિદ્ધિઓ યોગીને થઈ શકે છે.
ફક્ત શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને જાણવા માટે ચિત્તના પ્રણિધાનમાં પર્યવસાન એવો સર્વ સંયમ ફળવાળો છે. એથી આત્માનું પારમાર્થિક સ્વરૂપ આત્મા માટે ય છે, અને પતંજલિઋષિ આત્માને જ્ઞાતા સ્વીકારે છે, શેય સ્વીકારતા નથી, તેથી આત્માને શેય સ્વીકાર્યા વગર યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. શુદ્ધ આત્મા જ્ઞાનનો વિષય છે, અને તેને જાણવા માટે જ સર્વ યોગમાર્ગ પ્રવર્તે છે. તેથી તેને જાણવા માટે કરાતા ઉદ્યમથી મોહનો નાશ થાય છે અને તેનાથી યોગના માહાભ્યરૂપ સર્વ સિદ્ધિઓ પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org