________________
૧૧૮
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૩૧/૩૨ ભાવાર્થ - યોગનું માહાલ્ય :ષખંડ ચક્રવર્તી ભરત મહારાજાને પણ યોગથી કેવલલક્ષ્મીની પાપ્તિ -
યોગની પ્રાપ્તિ અતિદુષ્કર છે. તેથી ઘણા જીવો યોગની સ્પૃહા કરીને અને યોગ' એ પ્રકારના બે અક્ષરોનું પુનઃ પુનઃ ચિંતવન કરીને પણ યોગની શક્તિનો સંચય કરે છે; અને ભૂમિકાને પામે છે ત્યારે અધ્યાત્માદિ યોગોને ક્રમસર પ્રાપ્ત કરે છે, અને યોગના પ્રકર્ષને પામે છે ત્યારે કેવલજ્ઞાન પામે છે, અને અંતે યોગના અત્યંત પ્રકર્ષરૂપ યોગનિરોધને પામે છે; જ્યારે ભરત મહારાજા તો પખંડના સામ્રાજ્યને ભોગવનારા હતા અને પ્રથમ તીર્થપતિના વચનથી ભાવિત મતિવાળા હતા, તેથી મહામતિવાળા હતા. તેવા મહામતિવાળા ભરત મહારાજા યોગને ક્રમથી સેવીને યોગના પ્રકર્ષને પામ્યા નથી, તોપણ યોગના માહાભ્યથી તત્કાળ યોગના પ્રકર્ષરૂપ કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પામ્યા. તેથી યોગ એવો અદ્ભુત માહાભ્યવાળો છે કે કોઈ સાધક યોગી યોગનું દૃઢ અવલંબન લે તો ક્ષણમાં અસંગભાવને પામીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે. Iઢવા અવતરણિકા :
શ્લોક-૩૧માં ભરત મહારાજાએ પખંડના સામ્રાજયના ઉપભોગપૂર્વક ક્ષણમાં યોગના માહાભ્યથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું, તેમ બતાવીને યોગનો મહિમા બતાવ્યો. હવે યોગનો સર્વોત્કૃષ્ટ પ્રભાવ બતાવવા કહે છે કે ભરત મહારાજાએ તો પૂર્વભવોમાં ઘણા ભવો સુધી યોગનો અભ્યાસ કરીને શક્તિસંચય કરેલો, તેથી ક્ષણમાં યોગના પ્રકર્ષને પામી શક્યા. પરંતુ જેમણે પૂર્વભવમાં યોગનો અભ્યાસ પણ કર્યો નથી, તેવાં મરુદેવા માતા ક્ષણમાં યોગના પ્રભાવથી પરમપદને પામ્યાં છે. આમ બતાવીને યોગ સર્વ દિશાથી માહાભ્યપૂર્ણ છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
पूर्वमप्राप्तधर्मापि परमानन्दनन्दिता । योगप्रभावतः प्राप मरुदेवा परं पदम् ।।३२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org