________________
૧૦૯
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૪/૨પ વિશેષાર્થ -
યોગમાર્ગની સાધના અસંગભાવને અનુકૂળ શક્તિના સંચયરૂપ છે, અને તે યોગનું જ આ સર્વ માહાભ્ય છે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે અનેક પ્રકારની સિદ્ધિઓ યોગીને આપે છે; અને યોગમાર્ગમાં યત્ન કરતા યોગી અસંગભાવના પ્રકર્ષવાળા બને છે ત્યારે, શુદ્ધ આત્મામાં મહાધ્યાનના બળથી નિવેશ કરવા માટે ઉદ્યમવાળા હોય છે, અને તે વખતે ક્ષયોપશમભાવના ધર્મોના સંન્યાસરૂપ અપૂર્વકરણનો ઉદય થાય છે, જે શ્રેષ્ઠ કોટીનો યોગ છે. તે યોગથી પૂર્વે વર્ણન કરાયેલી સર્વ શક્તિઓ તો પ્રગટ થાય છે, પરંતુ નિકાચિત એવા કર્મોનો પણ ક્ષય થાય છે. તેથી ક્ષય પામેલા પાપવાળા એવા તે યોગીઓને પૂર્વમાં વર્ણન કરાયેલી સર્વ લબ્ધિઓનો પ્રકર્ષભાવ વર્તે છે, અને ક્યાંય સંગ નહિ હોવાથી લબ્ધિઓમાં પણ નિઃસ્પૃહી એવા તે યોગી નિકાચિત અને અનિકાચિત સર્વ કમોનો ક્ષય કરીને યોગના પ્રભાવથી સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. પારકા અવતરણિકા :યોગનું અદ્ભુત માહાભ્ય છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
अपि क्रूराणि कर्माणि क्षणाद्योगः क्षिणोति हि ।
ज्वलनो ज्वालयत्येव कुटिलानपि पादपान् ।।२५।। અન્વયાર્થ
પિવળી યોગ:=યોગ ક્ષક્ષણમાં શૂબિ વા=જૂર કર્મોનો ક્ષતિ દિકનાશ કરે છે. કુટિલાનપિપપ–કુટિલ એવાં પણ વૃક્ષોને વ્રતના=અગ્નિ ગ્રાતિ બાળે જ છે. 1રપા શ્લોકાર્ચ -
વળી યોગ ક્ષણમાં ક્રૂર કર્મોનો નાશ કરે છે. કુટિલ એવાં પણ વૃક્ષોને અગ્નિ બાળે જ છે. રિપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org