________________
૧૦૮
ચોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪ ટીકાર્ચ -
નિવરિતાનામપિ ... આવ્ય, નિકાચિત પણsઉપશમાદિકરણના અયોગ્યપણાથી વ્યવસ્થાપિત એવાં નિકાચિત પણ, કર્મોનો જે તપથી ક્ષય કહેવાયો છે=શાસ્ત્રમાં કહેવાયો છે – કેમ કે “તપ વડે નિકાચિતનો પણ ક્ષય થાય છે.” એ પ્રમાણે વચન છે - તે અપૂર્વકરણના ઉદયવાળા ધર્મસંન્યાસરૂપ ઉત્તમ યોગને આશ્રયીને છે, પરંતુ યત્કિંચિત્ તપને આશ્રયીને નહિ. એ પ્રમાણે જાણવું.
શ્લોકમાં મતિઃ અધ્યાહાર છે એ બતાવવા માટે ટીકામાં માત: તિ શેષઃ કહેલ છે.
તત્ત્વમ્.. વિપન્વિતમ્ ા આ વિષયક=તપથી નિકાચિત કર્મોનો ક્ષય થાય છે એ વિષયક, તત્વ અધ્યાત્મપરીક્ષાદિમાં ગ્રંથકારશ્રીએ વિવેચન કરેલ છે. ૨૪
મુદ્રિત પ્રતમાં ૩૫શમનવિરગાન્તસંયોગ્ય()વૅન પાઠ છે તે અશુદ્ધ જણાય છે. તેના સ્થાને ૩૫શનનારિયોગ્યત્વેન પાઠની સંભાવના છે, તેથી તે પાઠ લઈને તે મુજબ અર્થ કરેલ છે. ભાવાર્થઅપૂર્ણકરણના ઉદયવાળા ઉત્તમ યોગને આશ્રયીને નિકાચિત પણ કર્મોનો તપથી ક્ષય :
શાસ્ત્રમાં તપથી નિકાચિત પણ કર્મોનો ક્ષય થાય છે એમ કહ્યું છે; અને તે નિકાચિત કર્મો ઉપશમનાદિ ચાર કરણોને અયોગ્ય હોવાથી તેવા કર્મો કોઈ યોગી ક્ષય કરી શકતા નથી; આમ છતાં અપૂર્વકરણના ઉદયવાળો એવો જે ઉત્તમ યોગ છે, તે નિકાચિત કર્મોનો પણ ક્ષય કરી શકે છે. આમ કહીને યોગનું આ એક અદ્ભુત માહાભ્ય બતાવે છે, કે જે નિકાચિત કર્મો ભોગએકનાશ્ય છે, તેને પણ ધર્મસંન્યાસરૂપ ઉત્તમ યોગને પામીને યોગી ભોગવ્યા વગર નાશ કરી શકે છે, પરંતુ અન્ય કોઈ તપ તે કર્મોનો નાશ કરી શકતું નથી.
આ વિષયમાં ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમતપરીક્ષાદિ ગ્રંથોમાં વિવેચન કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org