________________
૧૦૬
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૩ વર્તતા વિપર્યાસને કારણે આરંભ-સમારંભાદિ કરીને દરેક ભવોમાં જીવ પાપ બાંધે છે, અને સંગના પરિણામને દૃઢ કરે છે. જીવમાં જ્યારે વિવેક પ્રગટે છે, તે સર્વ અસંગભાવને અનુકૂળ શક્તિસંચયના વ્યાપારરૂપ છે, જેથી સંગનો પરિણામ શિથિલ થાય છે. દેશવિરતિની કે સર્વવિરતિની સર્વ ક્રિયાઓ કરીને સંગના ભાવથી પર થવા માટે જે કાંઈ ઉચિત ઉદ્યમ જીવ કરે છે, તે પૂર્વજન્મોનાં કરાયેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ છે. આથી જ શાસ્ત્રમાં સંયમને સર્વ પાપોના પ્રાયશ્ચિત્તરૂપ કહેલ છે. માટે પૂર્વજન્મોમાં કરાયેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે, તેમ અહીં કહેલ છે.
આ સર્વ પાપોનો સંપૂર્ણ નાશ ધર્મસંન્યાસથી થાય છે, તેની પૂર્વે થતો નથી; તોપણ ધર્મસંન્યાસને અનુકૂળ શક્તિનો સંચય કરવામાં પ્રતિબંધક એવા પાપોનો નાશ પૂર્વના સંયમથી કે દેશવિરતિના પાલનથી સ્વભૂમિકા અનુસાર થાય છે. જ્યારે અમુક પાર્ગોના નાશથી જીવમાં શુદ્ધિ પ્રગટે છે, ત્યારે અપૂર્વકરણનો આરંભ થાય છે. ત્યારપછી શ્રેણીમાં રહેલા યોગી સર્વ પાપોના નાશ માટે ધર્મસંન્યાસમાં ઉદ્યમ કરે છે. તેથી ધર્મસંન્યાસની ક્રિયા પણ પૂર્વભવોનાં કરાયેલાં પાપોના નાશના પ્રાયશ્ચિત્તરૂપ છે, જેનાથી સર્વ પાપોનો નાશ થાય છે. સારાંશ :સંક્ષેપથી એ ફલિત થાય છે કે –
સંગભાવથી પાપ બંધાય છે, અને * સંગના પ્રકર્ષથી પ્રકૃષ્ટ પાપ બંધાય છે, અને
* સંગની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થવાથી પાપોનો નાશ થાય છે. તેથી સંગની પરિણતિના નાશને અનુકૂળ ઉચિત ક્રિયાઓ પ્રાયશ્ચિત્તરૂપ છે, અને તે યોગ છે.
ક્ષપકશ્રેણીમાં રહેલ યોગી અસંગભાવને પ્રગટ કરવા માટે મહાઉદ્યમ કરે છે, અને સતત અસંગભાવની વૃદ્ધિ કરતાં કરતાં વીતરાગભાવમાં વિશ્રાંત થાય છે. તેથી અવીતરાગભાવથી બંધાયેલાં પાપો વીતરાગભાવથી સંપૂર્ણ નાશ પામે છે. ll૨all
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org