________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩
૧૦૫
ઉદ્યમ છે, તે યોગ છે, અને તે યોગ પૂર્વજન્મમાં કરાયેલાં કર્મોની શુદ્ધિને અનુકૂળ વ્યાપારરૂપ છે, તેથી પ્રાયશ્ચિત્તરૂપ છે.
આનાથી એ ફલિત થાય છે કે સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ પૂર્વજન્મમાં કરાયેલાં પાપોના શોધનને અનુકૂળ પ્રાયશ્ચિત્તરૂપ છે, અને તે યોગ છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે જે જીવોએ પૂર્વભવોમાં હિંસાદિ પાપો કર્યાં હોય, આરંભ-સમારંભ કર્યા હોય, તેઓનો તે પાપોની શુદ્ધિને અનુકૂળ પ્રાયશ્ચિત્તરૂપ વ્યાપાર યોગ બને; પરંતુ જેમણે પૂર્વભવમાં તેવાં કોઈ પાપો કર્યાં નથી, કદાચ એકેન્દ્રિયાદિમાંથી આવેલા હોય તેવા જીવોએ સાક્ષાત્ હિંસા આદિનાં પાપકૃત્યો કર્યાં ન હોય, અથવા તો કેટલાક જીવો પૂર્વભવોમાં ધર્માદિનાં અનુષ્ઠાનો સેવીને આવેલા હોય, તો તેવા જીવોને પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપ યોગ છે, તેમ કહી શકાય નહિ. તેથી આવી શંકાના નિવારણ માટે શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે –
અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિનો સદ્ભાવ શાસ્ત્રવચનથી સામાન્યથી સર્વ જીવોમાં વિદ્યમાન છે. તેથી સર્વ જીવો યોગમાર્ગની સંયમાદિ જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તે અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં પૂર્વમાં બંધાયેલાં પાપકર્મોના શોધન માટેની છે. તેથી સંયમની સર્વ ક્રિયા પૂર્વમાં કરાયેલાં પાપકર્મોના પ્રાયશ્ચિત્તરૂપ છે, અને તે પાપકર્મો ક્ષપકશ્રેણીમાં પ્રગટ થતા એકમાત્ર ધર્મસંન્યાસથી જ નાશ્ય છે. તેની પૂર્વે સ્વભૂમિકા અનુસાર તે પાપોની શુદ્ધિ અર્થે સંયમના સર્વ ઉચિત આચારો છે, અને તે ઉચિત આચારો પૂર્વભવમાં કરાયેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ છે, માટે યોગ છે.
વિશેષાર્થ :
અનાદિકાળથી જીવમાં સંગનો પરિણામ વર્તે છે, અને તે સંગનો પરિણામ જીવ માટે સારભૂત છે તેવી વિપરીત બુદ્ધિ પણ વર્તે છે. તેથી મિથ્યાત્વ, અવિરતિ આદિ ભાવોથી યુક્ત જીવ સાક્ષાત્ કોઈ પાપો ન કરતો હોય તેવી એકેન્દ્રિયાદિ અવસ્થામાં હોય, તોપણ પાપના બીજભૂત ભાવો તેનામાં સ્થિર હોય છે, માટે સતત પાપપ્રકૃતિ બાંધે છે. એકેન્દ્રિયાદિ ભવોમાંથી નીકળી પંચેન્દ્રિયાદિ ભાવોને પામીને પણ તે સંગના પરિણામને કારણે અને તે સંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org