________________
યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨
૧૦૧ અસતુપ્રવૃત્તિની નિવૃત્તિથી તેવા પ્રકારના ક્ષયોપશમાદિના આધાન દ્વારા જ= ચારિત્રના પરિણામને અનુકૂળ એવા ક્ષયોપશમાદિના આધાન દ્વારા જ, ચિત્તની એકાગ્રતારૂપ સંયમ બીજ છે, પરંતુ તે તે વિષયના જ્ઞાનમાં ચિત્તને સ્થાપનને અનુકૂળ પ્રણિધાનાદિરૂપ સંયમબીજ નથી.
આનાથી એ ફલિત થાય છે કે કોઈ યોગી બાહ્ય પદાર્થમાં ચિત્તને સ્થાપન કરીને જે હઠયોગને સેવે છે, તે રૂપ સંયમ યોગની સિદ્ધિઓનું કારણ નથી, પરંતુ મોહના ઉન્મેલનનું કારણ બને તેવી ઉચિત પરિણતિને સ્પર્શનારું તે તે વિષયમાં સ્થિર થયેલું ચિત્ત સંયમ છે, તેનાથી યોગીને સિદ્ધિઓ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે પતંજલિ ઋષિએ તે તે વિષયમાં સંયમ કરવાથી તે તે સિદ્ધિઓ થાય છે તેમ કહ્યું છે, અને ગ્રંથકારશ્રીએ તે તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિથી અને તે તે પ્રકારના વર્યાતરાયના ક્ષયોપશમાદિથી તે તે સિદ્ધિઓ થાય છે તેમ કહ્યું. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે તે તે વિષયમાં સંયમ કરવાથી તે તે પ્રકારનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય છે, અને તે તે પ્રકારના વિષયમાં સંયમ કરવાથી તે તે પ્રકારનો વીર્યંતરાયનો ક્ષયોપશમ થાય છે, તેમ અભિમત છે કે નહિ ? તેના સ્પષ્ટીકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
અનંતવિષયક જ્ઞાનનું પ્રતિવિષય સંયમથી અસાધ્યપણું હોવાથી તે તે પ્રકારના સંયમથી તે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિ થાય છે, તેવી નિયત વ્યાપ્તિ બાંધી શકાય નહિ. તો પ્રશ્ન થાય કે કઈ રીતે તે તે પ્રકારના જ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ક્ષયોપશમાદિ થાય છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે --
વિહિત અનુષ્ઠાનના પ્રણિધાનમાત્રના સંયમથી જ મોહક્ષય થવાથી તે તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિની અને તે તે પ્રકારના વીર્યંતરાયના ક્ષયોપશમાદિની ઉપપત્તિ છે.
આશય એ છે કે શાસ્ત્રમાં દરેક અનુષ્ઠાન સ્વભૂમિકા અનુસાર મોહનું ઉમૂલન કરીને અસંગભાવ તરફ જવા માટે વિહિત છે, અને તે રીતે વિહિત અનુષ્ઠાનોમાં લક્ષ્યભૂત અસંગભાવ પ્રગટે તે રીતે સંયમ કરવાથી એકાગ્ર થયેલા ચિત્ત દ્વારા મોહક્ષય થાય છે, અને મોહક્ષય થવાને કારણે તે તે પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org