________________
૧૦૨
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિ અને તે તે પ્રકારના વીર્યંતરાયના ક્ષયોપશમાદિ થાય છે, તેથી તે તે પ્રકારની સિદ્ધિઓ થાય છે=પતંજલિઋષિએ જે જે પ્રકારની યોગના માહાભ્યની સિદ્ધિઓ બતાવી, તે તે પ્રકારની સિદ્ધિઓ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે મોહના ઉમૂલનને અનુકૂળ અસંગભાવમાં યત્નપૂર્વક કોઈપણ સંયમથી જ તે સિદ્ધિઓ થતી હોય તો પતંજલિ ઋષિએ તે તે વિષયમાં સંયમ કરવાથી તે તે સિદ્ધિઓ થાય છે, તેમ કહ્યું છે, તે શું અસંગત છે ? તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે --
પતંજલિઋષિએ તે તે વિષયમાં સંયમ કરવાનું કહ્યું છે, તે ચિત્તની એકાગ્રતા માટે આલંબનમાત્રરૂપે ક્યાંય અમે વારતા નથી અર્થાત્ ચંચળ ચિત્તને સ્થિર કરવા માટે પતંજલિઋષિએ જે જે આલંબનો કહ્યાં છે, તેમાંથી પોતાની ભૂમિકા અનુસાર ઉચિત આલંબનને ગ્રહણ કરીને તેમાં ચિત્તને સ્થાપન કરવામાં આવે, અને તેના દ્વારા મોહના ઉન્મેલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપાર થાય તે રીતે તે તે વિષયમાં સંયમ કરવામાં આવે, તો તે આલંબન પણ મોહક્ષયનું કારણ બને છે અને તેનાથી યોગીને સિદ્ધિઓ થઈ શકે છે.
ફક્ત આત્માના પ્રણિધાનમાં પર્યવસાન પામે એવો સંયમ ફળવાળો છે અર્થાત્ શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને જાણવાના ચિત્તના પ્રણિધાનમાં પર્યવસાન પામે એવો સર્વ સંયમ ફળવાળો છે, અને તે માટે આત્માનું પારમાર્થિક સ્વરૂપ આત્મા માટે શેય છે; જ્યારે પતંજલિ ઋષિ આત્માને જ્ઞાતા સ્વીકારે છે, પરંતુ આત્માને શેય સ્વીકારતા નથી. તેથી આત્માને શેય સ્વીકાર્યા વગર યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિ વિલુનશીર્ણ થાય છે અર્થાત્ નિષ્ફળ જાય છે. માટે આત્માને જેમ જ્ઞાતા સ્વીકારવો ઉચિત છે તેમ જ્ઞાનનો વિષય સ્વીકારવો પણ ઉચિત છે. શુદ્ધ આત્મા જ્ઞાનનો વિષય છે, અને તેને જાણવા માટે જ સર્વ યોગમાર્ગ પ્રવર્તે છે, અને તેને જાણવા માટે કરાતા ઉદ્યમથી મોહનો નાશ થાય છે. તેથી યોગના માહાભ્યરૂપ સર્વ સિદ્ધિઓ પ્રગટે છે.
આ વિષયમાં અધિક સ્વયં વિચારકોએ ઊહ કરી લેવો એમ ગ્રંથકારશ્રી સૂચન કરે છે. શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org