________________
૧૦૦
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૨ ફળવાળો છે, એથી આત્માના શેયપણા વગર સર્વ વિદ્ગુનશીર્ણ થાય=આત્માને શેય સ્વીકારવામાં ન આવે પરંતુ આત્માને જ્ઞાતામાત્ર સ્વીકારવામાં આવે તો પતંજલિઋષિએ બતાવેલો સંપૂર્ણ યોગમાર્ગ છિન્નભિન્ન થાય, એ પ્રમાણે અધિક સ્વયં વિચારવું. રજા
જ તથાજ્ઞાનાવરક્ષયપામ અને વીર્યાન્તરીયલયોપશમા બંને સ્થાને ‘ગથી જ્ઞાનાવરણનો ક્ષય અને વીર્યંતરાયના ક્ષયનું ગ્રહણ કરવું.
તક્રિયજ્ઞાનપ્રણિધાનાદ્રિ - અહીં પ્રણિધાન શબ્દથી તે તે વિષયના જ્ઞાનમાં ચિત્તનો વ્યાપાર ગ્રહણ કરવો અને પ્રથાનાદ્રિ માં ‘દ્રિ'થી ચિત્તની એકાગ્રતા ગ્રહણ કરવી. ભાવાર્થપતંજલિનષિ વડે બતાવાયેલા યોગમાહાભ્યમાં સ્વદર્શનાનુસાર ઉપપત્તિની અને અનુપપત્તિની દિશા :
શ્લોક-પથી ૨૧ સુધી ગ્રંથકારશ્રીએ પાતંજલ મતાનુસાર તે તે વિષય ઉપર સંયમ કરવાથી તે તે શક્તિઓ પ્રગટ થાય છે, તેમ બતાવીને મોક્ષસાધક એવા યોગનું માહાભ્ય બતાવ્યું. હવે પતંજલિ ઋષિના તે કથનમાં સ્વદર્શનાનુસાર જે કાંઈ સંગત થાય છે કે અસંગત થાય છે તે રૂપ વિશેષતાઓ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
પતંજલિ ઋષિએ યોગના સેવનથી થતી જે સિદ્ધિઓનું વર્ણન કર્યું, તેમાં જે જ્ઞાનાત્મક સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ પ્રત્યે તે પ્રકારના જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમાદિ હેતુ છે, અને જે સિદ્ધિઓ વિર્યની શક્તિથી થનારી છે, તે સિદ્ધિઓ પ્રત્યે તે પ્રકારના વીર્યવ્યાપારને અનુકૂળ વિર્યાતરાયનો ક્ષયોપશમાદિ હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શરીરને અણુ જેવું કરવું કે મહાન બનાવવું ઇત્યાદિ સિદ્ધિઓ પ્રત્યે તે તે પ્રકારનો વીર્યાતરાયનો ક્ષયોપશમ હેતુ છે.
વળી પતંજલિ ઋષિએ તે તે વિષયો પ્રત્યે જે ચિત્તનો સંયમ બતાવ્યો, તે સંયમ ફક્ત તે વિષય ઉપર ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ચિત્તસ્થાપન સ્વરૂપ નથી, પરંતુ મોહના ઉન્મેલનને અનુકૂળ સતુપ્રવૃત્તિથી, અને મોહથી થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org