________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨
CC
તે સિદ્ધિઓ પ્રત્યે કારણ છે, તેને બદલે તે વૈચિત્ર્યમાં કર્મક્ષયાદિક કારણ છે, તેમ કેમ ગ્રંથકાર કહે છે ? તેથી તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે -
―――
तथाज्ञाने હેતુત્વાત્, તે પ્રકારના જ્ઞાનમાં=જે જે સિદ્ધિમાં જે જે પ્રકારનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે તે પ્રકારના જ્ઞાનમાં, તે પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિનું=તે તે સૂક્ષ્મ બોધને અનુકૂળ એવા જ્ઞાનાવરણના ક્ષયોપશમાદિનું, અને વીર્યવિશેષમાં=તે તે સિદ્ધિઓમાં પ્રગટ થયેલ અણિમાદિ શક્તિવિશેષરૂપ વીર્યવિશેષમાં, વીર્યંતરાયના ક્ષયોપશમાદિનું હેતુપણું છે.
.....
संयमश्चात्र અસાઘ્યત્વાત્, અને અહીં=કહેવાયેલ સિદ્ધિઓમાં=પાતંજલ મતાનુસાર પૂર્વમાં વર્ણન કરાયેલ સિદ્ધિઓમાં, સમાં પ્રવૃત્તિથી અને અસમાં નિવૃત્તિથી તેવા પ્રકારના ક્ષયોપમના આધાત દ્વારા જ સંયમ બીજ=કારણ છે, પરંતુ તે તે વિષયના જ્ઞાનપ્રણિધાનાદિરૂપ સંયમ કારણ નથી; કેમ કે અનંતવિષયક જ્ઞાનનું પ્રતિવિષય સંયમથી અસાઘ્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે જો જ્ઞાનનો વિષય અનંત પદાર્થ હોય તો તે અનંત શેયનું જ્ઞાન સંયમથી કઈ રીતે થઈ શકે ? તેથી તેમાં હેતુ કહે છે –
વિહિતાનુષ્ઠાન ..... તદ્રુપપન્નેઃ, વિહિતઅનુષ્ઠાનના પ્રણિધાનમાત્રના સંયમથી જ મોહક્ષયને કારણે તેની ઉ૫પત્તિ છે=અનંતવિષયક જ્ઞાનની ઉપપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે પાતંજલ દર્શનકારે તે તે પ્રકારના સંયમથી તે તે પ્રકારના જ્ઞાનની સિદ્ધિઓ કે અન્ય સિદ્ધિઓ થાય છે, તેમ કહ્યું. તે સર્વ સિદ્ધિ માટે તે તે પદાર્થનું આલંબન લઈને સંયમ કરવું શું ઉચિત નથી ? તેથી ગ્રંથકારશ્રી કહે છે
ચિત્તળિયાનાર્થ ..... સ્વયંભૂનીયમ્ ।। વળી ચિત્તના પ્રણિધાન માટે–ચિત્તની એકાગ્રતા માટે, આલંબનમાત્ર ક્યાંય અમે વારતા નથી અર્થાત્ પતંજલિઋષિએ સંયમના ઉપાયો માટે જે જે પ્રકારનાં આલંબનો બતાવ્યાં, તે સર્વ આલંબનો ચિત્તની એકાગ્રતા માટે અમે સ્વીકારીએ છીએ. ફક્ત આત્માના પ્રણિધાનમાં પર્યવસાનવાળો જ સર્વે સંયમ ફળવાળો છે=શુદ્ધ આત્માના સ્વરૂપને જાણવાના યત્નમાં પર્યવસાનવાળો જ સર્વ સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org