________________
લ0
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૧/૧૨ વિશેષાર્થ :
સંસારવર્તી જીવો દેહ સાથે પોતાનો અભેદ માને છે, તેથી દેહથી પોતે ભોગ કરે છે, તેવી ઉપચરિત બુદ્ધિ વર્તે છે; અને તે બુદ્ધિને પોતે આ કૃત્યો કરે છે અને પોતે આ ભોગ કરે છે, એ પ્રકારનું કર્તુત્વનું અભિમાન થાય છે; અને પુરુષના અને પ્રકૃતિના ભેદથી થયેલું જે વિવેકવાળું જ્ઞાન છે, તે જ્ઞાન જ્યારે પ્રકર્ષવાળું થાય છે, ત્યારે દેહાદિથી થતા ભાવો સાથે પુરુષ સંશ્લેષ વગરનો બને છે. તેથી ઉપચરિત ભોગનો અભાવ પ્રાપ્ત થાય છે ત્યારે, દેહથી થતાં કૃત્યોમાં બુદ્ધિને કર્તુત્વનું અભિમાન દૂર થાય છે. તેથી ચરિતાર્થ થયેલી બુદ્ધિ પ્રકૃતિમાં વિશ્રાંત પામે છે, અને પ્રકૃતિ સાથે પુરુષના સંબંધનો વિયોગ થાય છે, તેથી પુરુષ મુક્ત બને છે. ૨૧/l અવતરણિકા -
इत्थमन्यैरुपदर्शिते योगमाहात्म्ये उपपत्त्यनुपपत्त्योदिशां प्रदर्शयन्नाह - અવતરણિકાર્ય -
આ રીતે શ્લોક-પથી માંડીને શ્લોક-૨૧ સુધી બતાવ્યું એ રીતે, અન્ય વડે=પતંજલિ ઋષિ વડે, બતાવાયેલા યોગમાહાભ્યમાં ઉપપત્તિની અને અનુપપત્તિની દિશાને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ યોગનું માહાસ્ય કહેવાનો પ્રારંભ કર્યો અને પતંજલિ ઋષિએ જે યોગનું માહાભ્ય પાતંજલયોગસૂત્રમાં બતાવ્યું છે, તે કાંઈક અંશથી પોતાને અભિમત છે, તેમ જણાવવાથી આવા ઉત્તમ માહાસ્યવાળો યોગ છે, તે બતાવવા અર્થે શ્લોક-પથી ૨૧ સુધી પાતંજલ મતાનુસાર યોગનું માહાભ્ય બતાવ્યું. હવે તે યોગનું માહાભ્ય સ્વદર્શનનુસાર કઈ રીતે ઉપપન્ન=સંગત, થાય છે, અને કઈ રીતે અનુપપન્ન=અસંગત, થાય છે, તેની દિશાને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
इह सिद्धिषु वैचित्र्ये बीजं कर्मक्षयादिकम् । संयमश्चात्र सदसत्प्रवृत्तिविनिवृत्तितः ।।२२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org