________________
GS
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧ આશય એ છે કે પાતંજલમત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એ બે મુખ્ય તત્ત્વો છે, અને પ્રકૃતિમાંથી મહતું તત્ત્વ ઉત્પન્ન થાય છે, તેને બુદ્ધિતત્ત્વ કહેવાય છે. તે મહતું તત્ત્વમાંથી અન્ય અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે, તે સર્વ મહદાદિ તત્ત્વોનો યથાર્થ બોધ તારકજ્ઞાનમાં થાય છે. (૩) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો સ્વભાવ :વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વ પ્રકારે સૂક્ષ્માદિ ભેદવિષયવાળું છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે મહદાદિ તત્ત્વોને આ તારકજ્ઞાન જાણે છે, તે મહદાદિ તત્ત્વોના માત્ર સ્થૂલભેદને જાણતું નથી, પરંતુ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને જાણે છે.
વળી તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોને ક્રમરહિત જાણે છે અર્થાત્ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોની ભૂતઅવસ્થા, વર્તમાન અવસ્થા અને ભાવિ અવસ્થારૂપ વ્યર્થિક જે ભાવો છે, તે ભાવોને ક્રમસર ગ્રહણ કરતું નથી, પરંતુ કમરહિત એક સાથે ગ્રહણ કરે છે.
આનાથી એ ફલિત થાય છે કે તે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન – (૧) યોગીને સંસારસાગરથી તારનાર છે, (ર) સંસારમાં વર્તતા મહદાદિ સર્વવિષયોવાળું છે અને
(૩) તે મહદાદિ સર્વ વિષયોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળને આશ્રયીને એક સાથે ગ્રહણ કરનાર છે. વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનથી ફળપ્રાપ્તિ :
વિવેકથી ઉત્પન્ન થયેલા તે જ્ઞાનથી પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્યથી કેવલ્ય=કેવલપણું થાય છે.
આશય એ છે કે જ્યારે યોગીને તે તારક જ્ઞાન પ્રગટે છે, તે પ્રગટ્યા પછી ઉપચરિત ભોગના અભાવરૂપ પુરુષની શુદ્ધિ થાય છે, અને સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી સત્ત્વના સ્વકારણરૂપ જે પ્રકૃતિ છે, તેમાં સત્ત્વનો અનુપ્રવેશ થવાથી સત્ત્વની શુદ્ધિ થાય છે. તેથી પુરુષ પ્રકૃતિથી મુકાય છે, માટે પ્રકૃતિ રહિત એવો કેવલ પુરુષ બને છે અર્થાત્ પુરુષ મુક્ત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org