________________
૨
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૦ વિવેકથી પેદા થયેલું જ્ઞાન છે. તેનાથી અન્ય સૂક્ષ્મ પદાર્થોનું પણ જ્ઞાન થાય છે.
આ વિવેકવાળું જ્ઞાન કેવા પ્રકારના વિશેષ બોધનું કારણ બને છે, તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે –
પદાર્થોને પરસ્પર જુદા જાણવાનું કારણ જાતિ, લક્ષણ અને દેશ છે. જેમ - ગોત્વજાતિવાળી ગાય છે અને મહિષત્વજાતિવાળી ભેંસ છે. તે બંને પરસ્પર ભિન્ન છે તેનો બોધ ગોત્વજાતિથી અને મહિષત્વજાતિથી થાય છે.
વળી ગોત્વજાતિવાળી બે ગાયો હોય ત્યારે જાતિથી તે ગાયના ભેદનું જ્ઞાન થતું નથી, પરંતુ લક્ષણથી તેના ભેદનું જ્ઞાન થાય છે. જેમ - એક ગાય કાબરચિતરાવર્ણવાળી છે અને બીજી ગાય લાલવર્ણવાળી છે. તેથી તે બંને ગાયોમાં ગોત્વજાતિ સમાન હોવાથી જાતિથી ભેદ નહિ થતો હોવા છતાં વર્ણરૂપ લક્ષણથી ભેદ થઈ શકે છે.
વળી કોઈ વસ્તુ સમાન જાતિવાળી હોય, સમાન વર્ણવાળી હોય તો તે બેનો ભેદ જાતિથી અને વર્ણથી થતો નથી, પરંતુ તે બે વસ્તુ ભિન્ન દેશમાં રહેલી છે, તેથી આ બે વસ્તુ જુદી છે તેવો બોધ થાય છે. જેમ સમાન વર્ણવાળાં અને સમાન પ્રમાણવાળાં બે આમળાંઓ ભિન્ન દેશમાં રહેલાં હોય ત્યારે તે ભિન્ન દેશમાં રહેલાં હોવાને કારણે તે બે આમળાંઓ જુદાં છે, તેવો બોધ થાય છે.
વળી જ્યાં જાતિ, લક્ષણ અને દેશ ભેદક નથી, તેવી ભિન્ન એવી બે વસ્તુનો ભેદ અન્ય કોઈ પુરુષ કરી શકે નહિ. જેમ એક દેશમાં રહેલા શુક્લવર્ણવાળા બે પાર્થિવ પરમાણુઓમાં “આ પરમાણુ કરતાં આ પરમાણુ ભિન્ન છે” એવો બોધ અન્ય કોઈ કરી શકે નહિ તેવા સ્થાનમાં પણ ક્ષણ અને ક્રમમાં સંયમ કરવાથી, જેમને સૂક્ષ્મ જ્ઞાન પ્રગટ્યું છે, એવા યોગીને એક ક્ષેત્રમાં રહેલા સમાન વર્ણવાળા બે પાર્થિવ પરમાણમાં ભેદનું જ્ઞાન થાય છે અર્થાત્ જેમ સૂક્ષ્મ એવી પૂર્વ ક્ષણ અને અપર ક્ષણ જુદી છે, તેવું ભેદનું જ્ઞાન થાય છે, તેમ એક ક્ષેત્રમાં રહેલા બે પાર્થિવ પરમાણુઓમાં આ પાર્થિવ પરમાણુ કરતા આ પાર્થિવ પરમાણુ જુદો છે, તેવું સૂક્ષ્મ જ્ઞાન તે યોગીને થાય છે. ૨ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org