________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦
૯૧
(૨) જાતિ દ્વારા તુલ્ય એવા બે પદાર્થોમાં લક્ષણ ભેદક છે : જે પ્રમાણે - આ કર્બુર છે અને આ અરુણ છે અર્થાત્ ગોત્વ જાતિવાળી બે ગાયોમાં આ કાબરચિતરી ગાય છે અને આ લાલ ગાય છે, એ પ્રકારનું ગાયના વર્ણરૂપ લક્ષણ બે ગાયનો ભેદક છે. (૩) ઉભયથી અભિન્ન એવી બે વસ્તુમાં દેશ ભેદનો હેતુ છે : જે પ્રમાણે - તુલ્ય પ્રમાણવાળા ભિન્ન દેશમાં રહેલા આમળામાં દેશ ભેદનો હેતુ છે; અને (૪) જ્યાં ત્રણે પણ=જાતિ, લક્ષણ અને દેશ એ ત્રણે પણ, ભેદક નથી : જે પ્રમાણે – એક દેશમાં રહેલા શુક્લ એવા બે પાર્થિવ પરમાણુઓમાં ત્રણે પણ ભેદક નથી. ત્યાં સંયમથી પેદા થયેલા વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી જ ભેદબુદ્ધિ થાય છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ।।૨૦।।
ભાવાર્થ:
(૩૦) ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચક :
કાળની ક્ષણો ઘણી સૂક્ષ્મ છે. એમાં સૌથી નાની કાળની અંત્ય ક્ષણરૂપ જે સૂક્ષ્મ ક્ષણ છે, તે ક્ષણ, અને તે ક્ષણનો જે પૂર્વાપર ક્રમ, તે બંનેમાં સંયમ ક૨વાથી યોગીને પદાર્થોનું પરસ્પર ભેદથી ઉત્પન્ન થનારું જ્ઞાન થાય છે. તે જ્ઞાન સૂક્ષ્મ એવા અન્ય પદાર્થોનો સાક્ષાત્કાર કરવામાં સમર્થ બને છે.
આશય એ છે કે કાળની એક ક્ષણ જે અતિ સૂક્ષ્મ છે, તે ક્ષણ, અને તે ક્ષણ સાથે પૂર્વની ક્ષણ અને ઉત્તરની ક્ષણ તે બેમાં સંયમ કરવાથી પૂર્વ-અપર ક્ષણ કરતાં કાળની વર્તમાનની ક્ષણ જે જુદી છે તેનું જ્ઞાન થાય છે. આ રીતે પૂર્વઅપર ક્ષણ કરતાં વચલી ક્ષણ ઉપર ભિન્નરૂપે બોધ ક૨વા અર્થે કરેલા સંયમથી સૂક્ષ્મ ક્ષણને ગ્રહણ કરનારું વિવેકવાળું જ્ઞાન થાય છે, અને તે વિવેકવાળું જ્ઞાન અન્ય સૂક્ષ્મ પદાર્થોને સાક્ષાત્ ક૨વામાં સમર્થ બને છે.
સારાંશ -
પૂર્વક્ષણ અને ઉત્તરક્ષણ તે બે ક્ષણોનો પૃથભાવ ઉપસ્થિત થાય તે પ્રકારે સંયમ કરીને ઊહ કરવાથી પૂર્વ-અપર ક્ષણનો પૃથરૂપે જે બોધ થાય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org