________________
૮૮.
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પામ્યુનિમત્રો ..... પ્રસ ” રૂતિ એ “સ્વામીને =અધિકૃત સમાધિમાં રહેલા સ્વામીને, ઉપનિમંત્રણ કરાય છH=દેવતાઓ દ્વારા ઉપનિમંત્રણ કરાયે છતે, સંગ અને સ્મયનું અકરણ છે. વળી સંગ અને સ્મય કરે તો અનિષ્ટનો પ્રસંગ છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરાણની સમાપ્તિસૂચક છે. ll૧૯I ભાવાર્થવિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ સંગ અને સ્મયનું અકરણ :
શ્લોક-૧૬માં બતાવ્યું તેમ યોગી ઇન્દ્રિયોનો જય કરે, ત્યારપછી શ્લોક૧૭માં બતાવ્યું એમ અંતઃકરણનો જય કરે, ત્યારે યોગીને સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિ પ્રાપ્ત થાય છે અને યોગી સર્વજ્ઞ અને સર્વભાવોનો અધિષ્ઠાતા બને છે. સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિવાળા યોગીને આ પ્રાપ્ત થયેલી યોગની સિદ્ધિને પાતંજલદર્શનકાર વિશોકાસિદ્ધિ કહે છે. | વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થયા પછી જો તે યોગી વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રાપ્ત કરે તો દોષનું બીજ ક્ષય થાય, અને દોષબીજનો ક્ષય થાય તો યોગી સર્વકર્મથી મુક્ત બને છે.
હવે કોઈ યોગીને વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થઈ, અને તે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેમને દેવતાઓ ભોગાદિ માટે નિમંત્રણ કરે તો પણ તે યોગી ભોગાદિમાં સંગ ન કરે, અને કદાચ કોઈ યોગીને દેવતાઓ ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરે કે ન કરે તોપણ સંગ ન કરે; આમ છતાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિનો સ્મય કરે, તોપણ તે યોગી સમાધિમાં અવસ્થિત રહી શકતા નથી. તેથી જે યોગી વિશોકાસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ભોગાદિમાં સંગ કરતા નથી, અને પ્રાપ્ત થયેલી સિદ્ધિમાં વૈરાગ્યને ધારણ કરે છે, તેઓ ક્રમસર દોષબીજનો ક્ષય કરીને કેવલ્યને પ્રાપ્ત કરી શકે છે. સંગ અને સ્મયકરણમાં અનિષ્ટનો પ્રસંગ -
જે યોગી વિશોકાસિદ્ધિને પ્રાપ્ત કર્યા પછી, દેવતાઓ તેમને ભોગાદિ માટે નિમંત્રણ કરે અને તે વિષયોમાં સંગ કરે તો તેઓ વિષયોમાં પ્રવૃત્ત થવાથી સમાધિરહિત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org