________________
૭
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮/૧૯
પ્રાપ્ત થાય છે=પુરુષ પ્રકૃતિથી ભિન્ન બને છે અર્થાત્ પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠાન પામે છે; કેમ કે પુરુષાર્થશૂન્ય એવા ગુણો પ્રતિલોમ પરિણામથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે. તેથી હવે તે ગુણોનો પુરુષને ભોગ સંપાદન કરવાનો કે અપવર્ગ સંપાદન ક૨વાનો જે અધિકાર હતો, તે સમાપ્ત થાય છે. ॥૧૮॥ અવતરણિકા :
શ્લોક-૧૮માં વિશોકાસિદ્ધિ બતાવી અને કહ્યું કે વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થાય અને તે વૈરાગ્યના પ્રકર્ષને કારણે દોષબીજનો ક્ષય થાય તો પુરુષને મુક્તપણાની પ્રાપ્તિરૂપ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. હવે કોઈ યોગી વિશોકાસિદ્ધિ પ્રાપ્ત કરે તે વખતે પ્રાપ્ત થયેલી સમાધિમાં સ્થિતિનું કારણ શું છે ? તે બતાવતાં કહે છે
શ્લોક ઃ
असङ्गश्चास्मयश्चैव स्थितावुपनिमन्त्रणे ।
बीजं पुनरनिष्टस्य प्रसङ्गः स्यात् किलान्यथा । । १९ ।। અન્વયાર્થ:
રૂપનિમત્રને=ઉપનિમંત્રણ કરાયે છતેદેવતાઓ દ્વારા ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરાયે છતે, સ્થિતÎ=સ્થિતિમાં=વિશોકાસિદ્ધિકાળમાં વર્તતી સમાધિની અવસ્થિતિમાં અસદ્શ્વામ્ભવશ્વવ=અસંગ અને અસ્મય જ બીજ છે, અન્યથા=જો યોગી અસંગ અને અસ્મય ન કરે અને પ્રાપ્ત થયેલી સમાધિમાં સંગ અને સ્મય કરે તો પુનઃ તિ=વળી ખરેખર અનિષ્ટ= અનિષ્ટનો પ્રસા: સ્વા=પ્રસંગ થાય. ॥૧૯॥
શ્લોકાર્થ ઃ
દેવતાઓ દ્વારા ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરાયે છતે, સ્થિતિમાં અસંગ અને અસ્મય જ બીજ છે. જો યોગી અસંગ અને અસ્મય ન કરે અને પ્રાપ્ત થયેલી સમાધિમાં સંગ અને સ્મય કરે તો વળી ખરેખર અનિષ્ટનો પ્રસંગ થાય. II૧૯॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org