________________
યોગમાયાભ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૮
૮૫ યોગીના રાગાદિરૂપ દોષોના અવિદ્યાદિરૂપ બીજનો ક્ષય થયે છd=નિર્મૂળ થયે છતે, નક્કી કેવલપણું થાય છે–પુરુષનો પ્રકૃતિની સાથે આત્યંતિક વિયોગ થાય છે; કેમ કે ગુણોના અધિકારની પરિસમાપ્તિ થયેલ હોવાથી પુરુષનું સ્વરૂપ પ્રતિષ્ઠિતપણું બતાવાયું છે=પ્રકૃતિનો ભોગ અને અપવર્ગ સંપાદનરૂપ જે ગુણ, તેના અધિકારની પરિસમાપ્તિ થયેલ હોવાથી, પ્રકૃતિથી અત્યંત ભિન્ન થયેલો પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત બને છે.
જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩/૫૦માં કહેવાયું છે – “રાધ્યાત્.... વૈવલ્યમૂ” તિ || “તેમાં વૈરાગ્યથી=વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્યથી, દોષબીજનો ક્ષય થયે છતે કેવલપણું છે=પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષનું સ્વરૂપ પ્રતિષ્ઠિતપણું છે". In૧૮ ભાવાર્થ :(૨૯) વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપપ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ :
સંસારી જીવોને જે જ્ઞાનસ્વરૂપ અનુભવ દેખાય છે તે બુદ્ધિ છે, અને પુરુષ એ આત્મા છે. તે બંને ભિન્ન હોવા છતાં સંસારી જીવોને સત્ત્વરૂપ બુદ્ધિ જ હું પુરુષ છું તેવો બોધ હોય છે, અને યોગીને વિવેક પ્રગટેલ હોવાથી સજ્વરૂપ બુદ્ધિ અને પુરુષમાં અન્યતા છે તેવો સ્પષ્ટ બોધ થાય છે. તેવા પ્રકર્ષવાળા બોધથી યોગી સર્વજ્ઞ અને સર્વભાવોના અધિષ્ઠાતા બને છે. આવા પ્રકારની યોગીને સિદ્ધિ થાય છે, તે વિશોકાસિદ્ધિ કહેવાય છે.
આ વિશોકસિદ્ધિવાળા યોગીઓને બાહ્ય વિષયોમાં વૈરાગ્ય હોય છે, અને જ્યારે તેઓને વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રગટે છે, ત્યારે તેઓને પાતંજલ મત પ્રમાણે ગુણોમાં પણ વૈરાગ્ય થાય છે. તેથી બે પ્રકારના વૈરાગ્યની પ્રાપ્તિ તેઓને થાય છે –
(૧) વિષયોમાં વૈરાગ્ય અને (૨) વિશોકાસિદ્ધિરૂપ ગુણોમાં વૈરાગ્ય.
આ બંને પ્રકારના વૈરાગ્યના પ્રકર્ષને કારણે રાગાદિ દોષોના બીજ એવી અવિદ્યા આદિનો નિર્મળ નાશ થાય છે, અને તેના કારણે પુરુષને કેવલપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org