________________
૮૦
યોગમાયાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૬ અને સમાધિવિષયક યત્ન કરે તો સ્વરૂપને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૩) ત્યારપછી ઇંદ્રિયોથી થતા અહંકારમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અહંકારને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૪) ત્યારપછી ઇન્દ્રિયોના અન્વયમાંeગુણોમાં, યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અવયને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૫) ત્યારપછી ઇન્દ્રિયોના અર્થવન્દ્રમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અર્થવત્ત્વને આશ્રયીને સંયમ કરવાથી તે ઇન્દ્રિયોનો જય થાય છે.
આ રીતે ગ્રહણાદિ પાંચમાં યથાક્રમ સંયમ કરવાથી ઇન્દ્રિયોનો સર્વ પ્રકારે જય થાય છે, અને ઇન્દ્રિયોનો જય થવાથી યોગીને મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો જય થાય છે. (૧) ઇન્દ્રિયજયનું ફળ – મનોજવ:
મનથી જેમ ક્ષણમાં મેરુ ઉપર જઈ શકાય છે, તેમ ઇન્દ્રિયજયવાળા યોગી શરીરથી પણ અનુત્તમ ગતિના લાભને કારણે મેરુ ઉપર જઈ શકે છે. (૨) ઇન્દ્રિયજયનું ફળ – વિકરણભાવ :કાયાથી નિરપેક્ષ ઇંદ્રિયોની વૃત્તિનો લાભ તે વિકરણભાવ છે.
ન્યાય પરિભાષામાં દંડને કરણ કહેવામાં આવે છે; કેમ કે દંડ ભૂમિ દ્વારાષચક્રભ્રમણ દ્વારા, ઘટને ઉત્પન્ન કરે છે, અને જે વસ્તુ વ્યાપાર દ્વારા કાર્ય કરે તેને કરણ કહેવાય છે. તેમ - કાયા ઇંદ્રિયો દ્વારા વિષયોનો લાભ કરે છે અર્થાત્ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ પદાર્થનો ઉપભોગ કરે છે, તેથી કાયા ઇન્દ્રિયોના વ્યાપારથી વિષયોને પ્રાપ્ત કરતી હોવાથી કાયાને કરણ કહેવામાં આવે છે.
જે યોગીએ ઇંદ્રિયોમાં સંયમ કરીને ઇંદ્રિયોનો જય કર્યો છે, તે યોગીને કાયારૂપ કરણ વગર ઇંદ્રિયોની વૃત્તિનો લાભ થાય છે. તેથી અહીં બેઠા બેઠા દૂર રહેલા સ્પર્શના પદાર્થોનો સ્પર્શેન્દ્રિય દ્વારા ભોગ કરી શકે છે, તેમ અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org