________________
યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ :
પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – (૨૭) ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય :
(૧) ગ્રહણ - ઇન્દ્રિયોની વિષયને અભિમુખ પ્રવૃત્તિ છે, તે ઇન્દ્રિયોનું ગ્રહણ છે.
(૨) સ્વરૂપ - ઇન્દ્રિયો સામાન્યથી તે તે વિષયોનો બોધ કરાવે છે, તે બોધ કરાવવા સ્વરૂપ પ્રકાશકપણું તે ઇન્દ્રિયોનું સ્વરૂપ છે.
(૩) અસ્મિતા :- ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ કર્યા પછી ભોગ કરનારને અહંકાર થાય છે અર્થાતુ મેં આ ભોગ કર્યો એવી બુદ્ધિ થાય છે, તે અસ્મિતા છે.
(૪) અન્વય:- શ્લોક-૧૫ની ટીકામાં કહ્યું એ પ્રમાણે ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય છે, અને ઇન્દ્રિયોરૂપ દૃશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવવાળું છે. તેથી પ્રકાશ, ક્રિયા અને સ્થિતિ એ ઇન્દ્રિયોના અન્વયો=ગુણો, છે.
(૫) અર્થવત્ત્વઃ- શ્લોક-૧પની ટીકામાં કહ્યું એ પ્રમાણે ભૂત અને ઇન્દ્રિયાત્મક દેશ્ય પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળું છે. તેથી ઇંદ્રિયો પણ પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળી છે, તે ઇંદ્રિયોનું અર્થવત્ત્વ=પ્રયોજનપણું, છે. ક્રમથી ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય :
ઇન્દ્રિયોના ગ્રહણ આદિ સ્વરૂપને જાણીને યથાક્રમ તેમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. જેમ –
(૧) યોગી પ્રથમ ઇન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિઓ શું છે ? એ રૂપ ગ્રહણનો બોધ કરીને ઇન્દ્રિયોના ગ્રહણ સ્વરૂપમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ થવાથી ઇન્દ્રિયો ઉપર પોતાનું પ્રભુત્વ આવે છે અર્થાત્ ઇન્દ્રિયોને પરાધીન ગ્રહણની પ્રવૃત્તિ યોગી ન કરે તેવું પ્રભુત્વ આવે છે. તે ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોનો જય છે. (૨) ત્યારપછી ઇંદ્રિયોનું પ્રકાશકત્વ સ્વરૂપ છે, તેમાં યોગી ધારણા, ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org