________________
૧૫
લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ પ્રાપ્ત થાય, અને ધર્મ એવો આત્મા ન હોય તો મોક્ષસાધક એવું સદનુષ્ઠાન, અને સદનુષ્ઠાનના ફળરૂપ મોક્ષ, આત્માને પ્રાપ્ત થાય છે તે પ્રકારનો વિચાર થઈ શકે નહિ.
આશય એ છે કે કોઈ પુરુષ હોય તો તે પુરુષ ઉપદેશ આદિથી તે સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, અને તે સદનુષ્ઠાનના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ કરે છે એમ કહી શકાય. વળી આત્મા સદનુષ્ઠાન કરતો ન હોય અને હું નિત્ય છું તેમ માનીને પોતાના આત્માનું દર્શન કરતો હોય, તો તેનામાં તૃષ્ણા પેદા થાય છે, અને તે તૃષ્ણાના કારણે ભવપરંપરાના અનર્થો પ્રાપ્ત થાય છે તેમ કહી શકાય, પરંતુ આત્મા નામની વસ્તુ જ ન હોય તો આત્મદર્શન કરીને અનર્થો પ્રાપ્ત કરે છે અને નૈરાભ્યદર્શન કરીને તૃષ્ણાનો ઉચ્છેદ કરે છે અને તૃષ્ણાના ઉચ્છેદ માટે સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે ઇત્યાદિ કથન નિરાધાર બને છે. માટે આત્માના અભાવ પક્ષમાં નૈરાભ્યનો અયોગ છે અર્થાત્ નૈરાભ્યદર્શન કરનાર કોઈ નથી. તેથી નૈરાભ્યદર્શનનો યોગ કોઈને છે તેમ કહી શકાય નહિ. વળી, તેમાં યુક્તિ બતાવે છે –
જેમ-વંધ્યા સ્ત્રીને પુત્ર હોય નહીં, તેથી વંધ્યાસુતના વિષયમાં તર્ગત સુરૂપ-કરૂપ આદિ વિશેષનું ચિંતવન કરવા માટે કોઈ આરંભ કરતું નથી અર્થાત્ કોઈ એમ કહેતું નથી કે આ વંધ્યા સ્ત્રીનો પુત્ર સુરૂપ છે કે કુરૂપ છે. તેમ-વંધ્યાસુતની જેમ આત્મા જ ન હોય તો કોઈ વિચારક એમ કહી શકે નહિ કે આત્મા નૈરાભ્યદર્શનથી મોક્ષને પ્રાપ્ત કરે છે, અને આત્મદર્શનથી સ્નેહ કરે છે અને સુખના હેતુમાં પ્રવૃત્તિ કરે છે. તેથી આત્માનો અભાવ સ્વીકાર્યા પછી તે આત્મા નૈરાભ્યદર્શન કરે તો મુક્તિ થાય એ પ્રકારનું કથન કરવું તે અસંબદ્ધ પ્રલાપરૂપ છે. માટે આત્માના અભાવરૂપ નૈરાભ્યદર્શન છે એ પ્રકારનો પ્રથમ વિકલ્પ અસંગત છે. કા. અવતરણિકા :
આત્માના અભાવને સ્વીકારવારૂપ પ્રથમ પક્ષમાં વૈરાભ્યનો અયોગ કેમ છે? તેની યુક્તિ શ્લોક-૬માં આપી. હવે આત્માના અભાવને સ્વીકારવારૂપ પ્રથમ પક્ષમાં વૈરાભ્યનો અયોગ કેમ છે ? તેમાં અન્ય યુક્તિ ગ્રંથકારશ્રી બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org