________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧ શ્રુતજ્ઞાન મેળવે અને તે શ્રુતજ્ઞાનથી નિયંત્રિત ક્રિયાઓ કરે, તો તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત થયેલી એવી આ સદ્દષ્ટિઓ ક્લેશતાનના ઉપાયભૂત બને છે, અન્યથા નહિ. એથી સદ્દષ્ટિઓના નિરૂપણ પછી ક્લેશહાનના ઉપાયને પૃથગુભૂત વિવેચન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વિશેષાર્થ -
પૂર્વે પ્રથમની ચાર દૃષ્ટિ બતાવ્યા પછી ૨૪મી સદ્દષ્ટિબત્રીશીમાં પાછળની ચાર પ્રકારની સદ્દષ્ટિ બતાવી અને તે ચાર પ્રકારની સદ્દષ્ટિ જ ક્લેશહાનનો ઉપાય છે. તેથી તે ચાર દૃષ્ટિથી અન્ય ક્લેશહાનનો ઉપાય નથી. માટે ચાર દૃષ્ટિનું નિરૂપણ કર્યા પછી તે ચાર દૃષ્ટિનું કાર્ય ક્લેશહાન શું છે ? તે બતાવી શકાય; પરંતુ ક્લેશહાનના ઉપાયભૂત જ્યારે ચાર દૃષ્ટિઓ હોય ત્યારે ચાર દૃષ્ટિઓનું નિરૂપણ કર્યા પછી ફરી ક્લેશતાનના ઉપાયને કહેવાની પ્રતિજ્ઞા કરવામાં આવે તો તે ઉપાયરૂપે સદ્દષ્ટિની જ પ્રાપ્તિ થાય. તેથી ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે –
સદ્દષ્ટિ એ નિર્મળદૃષ્ટિ છે, અને તે જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત થાય છે ત્યારે તે સદ્દષ્ટિ જ વિશિષ્ટ-વિશિષ્ટતર નિર્મળ થાય છે. તેથી સદ્દષ્ટિબત્રીશીમાં વર્ણન કરાયેલી ચાર દૃષ્ટિઓ જ્ઞાન-ક્રિયાથી મિશ્રિત અવસ્થાવાળી છે. તેથી તે દૃષ્ટિઓ ક્રમસર ક્લેશનો નાશ કરે છે, તેથી ચાર સદ્દષ્ટિમાંથી છેલ્લી અને આઠ યોગદૃષ્ટિમાંથી છેલ્લી એવી આઠમી દૃષ્ટિવાળા યોગી આઠમી દૃષ્ટિના માહાસ્યથી કેવલજ્ઞાનને પામે છે. આમ છતાં તે સદ્દષ્ટિઓ ક્લેશતાનનું કારણ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી નિયંત્રિત ક્રિયાઓને કારણે થયેલી છે. તેથી ક્લેશહાનનો ઉપાય તે સદ્દષ્ટિઓમાં વર્તતા સભ્ય જ્ઞાન અને સમ્યક્ ક્રિયા છે. માટે સદ્દષ્ટિના નિરૂપણ પછી સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાને ક્લેશતાનના ઉપાયરૂપે ગ્રંથકારશ્રી બતાવે છે. અવતરણિકા :
સદ્દષ્ટિવાળા જીવમાં વર્તતાં સભ્ય જ્ઞાન અને સમ્યમ્ જ્ઞાનથી નિયંત્રિત અનુષ્ઠાન ક્લેશહાનનો ઉપાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org