________________
૧૨૮
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ભોગવી લેશે, તેથી ભોગથી કર્મનો નાશ ઉત્પન્ન થશે, એ પ્રમાણે કોઈ કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું.
પ્રાયશ્ચિત્તવિના ..... પ્રમામાવતિ, કેમ કે પ્રાયશ્ચિત્તાદિથી પણ કર્મકાશની ઉપપત્તિ હોવાથી કર્મોના ભોગથી ઈતરકાશ્યપણાની પણ વ્યવસ્થિતિ હોતે છતે યોગથી પણ તેના નાશના સંભવમાંઃકર્મોના નાશના સંભવમાં, કાયવૂહાદિની કલ્પનામાં પ્રમાણનો અભાવ છે.
આ રીતે કાયવૂહની રચના દ્વારા ભોગથી જ કર્મોનો નાશ માનવો ઉચિત નથી, એમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે ભોગથી કર્મોનો નાશ જેઓ સ્વીકારે છે તેમને તેમના શાસ્ત્રવચનથી પણ યોગથી કર્મોનો નાશ થાય છે તે બતાવવા માટે બીજો હેતુ ગ્રંથકારશ્રી કહે છે –
વર્ષનાં ..... સિદ્ધત્વ, કર્મોના જ્ઞાનયોગનાશ્યપણાનું “હે ! અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે" એ પ્રમાણે તમારા આગમ વડે પણ સિદ્ધપણું છે.
વળી યોગથી કર્મનાશ થાય છે, તેમ યુક્તિથી સ્થાપન કરવા છતાં પૂર્વપક્ષી કહે કે ભોગથી પણ કોઈક યોગીઓને કર્મનો નાશ થાય છે. માટે કાયવૂહની કલ્પના સ્વીકારીને તેનાથી કર્મનાશ થાય છે એમ સ્વીકારવામાં પ્રમાણનો અભાવ છે તેમ કેમ કહી શકાય ? તેથી ત્રીજો હેતુ કહે છે
નરલિશરીર .... અનુપ, નરાધિશરીરના સત્વમાં=જે યોગીઓ યોગસાધના કરે છે તેઓના નરાદિ શરીરનું સત્વ હોતે છતે, શૂકરાદિ શરીરની અનુપપત્તિ હોવાથી કાયવૂહની અનુપપત્તિ છે.
પૂર્વમાં કહ્યું કે યોગીનું નાટિશરીર હોતે છતે શુકરાદિશરીરની અનુપત્તિ છે; કેમ કે યોગીનું ચિત્ત નરદિશરીરમાં અને શૂકરાદિશરીરમાં એક સાથે રહી શકે નહિ, માટે કાયવૂહની અનુપપત્તિ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે યોગી કાયવૂહની રચના કરે છે ત્યારે, શુકરાદિશરીરમાં મનોઅંતર પ્રવેશ થાય છે. તેથી યોગીનું મન યોગીની કાયામાં રહેશે અને શૂકરાદિ કાયામાં નવા મનનો પ્રવેશ થશે, અને તેના દ્વારા તે શૂકરાદિશરીરથી યોગી શૂકરાદિભોગ્ય કર્મોને ભોગવીને નાશ કરશે. માટે કાયવૂહની રચના દ્વારા સર્વકર્મો ભોગવીને યોગી કર્મોનો નાશ કરી શકે છે, તેમ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ આપે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org