________________
૧૨૬
ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૩૧ ભોગથી કર્મોનો અત્યંત નાશ થાય છે તેમ સ્વીકારી શકાય નહિ, પરંતુ જ્ઞાનક્રિયારૂપ યોગથી કર્મોનો અત્યંત નાશ થાય છે તેમ સ્વીકારી શકાય.
આશય એ છે કે પૂર્વમાં બંધાયેલાં કર્મો ભોગથી ભોગવાઈને નાશ પામે છે ત્યારે, તે ભોગની પ્રવૃત્તિ દ્વારા અન્ય કર્મો બંધાય છે. માટે ભોગથી કર્મોનો નાશ સ્વીકારવામાં આવે તો કર્મબંધનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય નહિ, અને બંધાયેલાં કર્મો ભોગથી નાશ પામતાં જાય અને તે ભોગની પ્રવૃત્તિથી નવાં કર્મો બંધાતાં જાય, આ રીતે કર્મવાળી અવસ્થા જીવને સદા પ્રાપ્ત થાય; પરંતુ કર્મોનો અત્યંત અભાવ ક્યારેય પ્રાપ્ત થાય નહિ. માટે સ્વીકારવું પડે કે બંધાયેલાં કર્મોનો અત્યંત નાશ સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયારૂપ યોગથી થાય છે; ભોગથી થયેલો નાશ એ કર્મોનો અત્યંત નાશ નથી, પરંતુ નવા બંધપૂર્વકનો પૂર્વમાં બંધાયેલાં કર્મોનો નાશ છે. વિશેષાર્થ :
જીવની સંશ્લેષવાળી અવસ્થા કર્મબંધનું બીજ છે, અને આત્મામાં રહેલા કર્મબંધના કારણભૂત સંશ્લેષનો પરિણામ=બાહ્ય પદાર્થો પ્રત્યે સંગ કરવાનો પરિણામ, કઈ રીતે ઉચ્છેદ થઈ શકે તેના ઉપાયનું સમ્યગુ જ્ઞાન શાસ્ત્રથી કરવામાં આવે, અને તે સમ્યગૂ જ્ઞાનપૂર્વક કર્મબંધના કારણભૂત સંશ્લેષના પરિણામના ઉચ્છેદ માટે ઉચિત ક્રિયા કરવામાં આવે, તો તે સમ્યગુ જ્ઞાનથી નિયંત્રિત સમ્યક ક્રિયાથી કર્મબંધના કારણભૂત સંશ્લેષનો ઉચ્છેદ થાય છે, કેમ કે વીતરાગના વચન અનુસાર કરાયેલી સમ્યક ક્રિયા અવીતરાગભાવરૂપ સંશ્લેષના પરિણામનો નાશ કરે છે, અને જે સંશ્લેષના પરિણામથી કર્મ બંધાયેલું હતું, તેનાથી વિપરીત એવા સંશ્લેષના અભાવવાળા પરિણામથી તે કર્મ નાશ પામે છે, અને નવા બંધનું કારણ સંશ્લેષ વિદ્યમાન નહિ હોવાથી નવું કર્મ બંધાતું નથી.
કર્મના ઉદયથી ભોગનો પરિણામ થાય છે, અને તે ભોગ કરતી વખતે સંશ્લેવાળું ચિત્ત હોવાથી નવા કર્મો બંધાય છે. તેથી ભોગથી કર્મોનો નાશ સ્વીકારીએ તો નવા નવા કર્મબંધનો પ્રવાહ સતત પ્રાપ્ત થાય, અને ક્લેશનો ઉચ્છેદ સંભવે નહિ. માટે બંધાયેલું કર્મ ભોગવીને જ ક્ષય પામે છે, એવો નિયમ કર્મના ઉદયની અપેક્ષાએ છે, વિપાકની અપેક્ષાએ નથી, તેથી જે યોગીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org