________________
ક્લેશતાનોપાયઢાવિંશિકા/શ્લોક-૩૧
૧રપ વસ્તુતઃ મોહથી અનાકુળ એવી શુદ્ધ ચેતના જીવ માટે સુખરૂપ હોવા છતાં અજ્ઞાનને કારણે અને મોહને પરવશ જીવો વિડંબણા પામે છે, માટે મોહનીય કર્મ પણ ક્લેશરૂપ છે.
વળી અંતરાયકર્મ પણ જીવને પોતાના હિતની પ્રવૃત્તિમાં અંતરાય કરીને જીવની વિડંબણા કરે છે, તેથી જીવનું વીર્ય સ્વહિતને બદલે સ્વ અહિતમાં પ્રવર્તે છે. માટે અંતરાયકર્મ પણ જીવની વિડંબણાનું કારણ હોવાથી ક્લેશ કહેવાય છે. ' આ રીતે અશુભ વિપાકવાળાં ચારે ઘાતકર્મો જીવમાં ક્લેશ ઉત્પન્ન કરાવનારાં હોવાથી ક્લેશો કહેવાય છે, અને તે કર્મોનો નાશ થાય તો ક્લેશોનો નાશ થયો કહેવાય છે.
શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે“જે કર્મ બંધાયું હોય તે ભોગવ્યા વગર ક્ષય પામતું નથી, અને કરાયેલું શુભાશુભ કર્મ સેંકડો કોટિ વર્ષો પછી પણ અવશ્ય ભોગવવું જ પડે છે.” એ પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી ભોગથી જ કર્મોનો ક્ષય છે. માટે પ્રયત્નથી કર્મોનો ક્ષય થાય છે એમ કહી શકાય નહિ; અને કર્મોનો નાશ પ્રયત્નથી ન સ્વીકારીએ અર્થાત્ ભોગથી કર્મનાશ સ્વીકારીએ, તો કર્મના નાશને અપુરુષાર્થરૂપે સ્વીકારવું પડે, અને તેમ સ્વીકારીએ તો શ્લોક-૩૦માં કહ્યું એ પ્રમાણે જ્ઞાનક્રિયા દ્વારા કર્મોનો નાશ થાય છે એ વચન સંગત થાય નહિ. આથી શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાન-ક્રિયારૂપ યોગથી કર્મોના અત્યંત નાશની યુક્તિ -
જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયરૂપ યોગથી જ કર્મોનો ક્ષય છે, પરંતુ ભોગથી કર્મોનો ક્ષય નથી; કેમ કે જો ભોગથી કર્મોનો ક્ષય સ્વીકારવામાં આવે તો પૂર્વમાં બંધાયેલાં કર્મોને ભોગવવા પડે, અને તે કર્મોને ભોગવતાં તે ભોગજનિત નવાં કર્મોની પ્રાપ્તિ થશે, અને તે કર્મોનો પણ ભોગથી નાશ સ્વીકારવો પડશે, અને તે કર્મોનો ભોગથી નાશ સ્વીકારવામાં આવે તો તે ભોગકાળમાં ફરી નવાં કર્મો બંધાશે. તેથી સંપૂર્ણ કર્મના નાશની ક્યારેય પ્રાપ્તિ થશે નહિ. માટે અનવસ્થા દોષની પ્રાપ્તિ થશે અર્થાત્ કર્મબંધનો અભાવ પ્રાપ્ત થશે નહિ. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org