________________
૧૦૮
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૮ આશય એ છે કે સંસારઅવસ્થામાં મોહની આકુળતાકૃત જે દુઃખ છે, તે દુઃખ વીતરાગ થવાથી નાશ થાય છે, અને કેવળીને મોહની આકુળતાનો સદા અભાવ હોવાથી જે સુખ વર્તે છે, તેના કરતાં યોગનિરોધકાળમાં યોગોથી થતા શ્રમના અભાવને કારણે અતિશયિત સુખ થાય છે, તેના માટે કૃતકૃત્ય એવા પણ કેવળી પ્રયત્ન કરે છે; પરંતુ ચરમદુઃખ માટે કોઈ પ્રયત્ન કરતા નથી. યોગનિરોધ માટે કરાતાં પ્રયત્નના ફળરૂપે સંસારઅવસ્થામાં જે કર્મફત ક્લેશ હતો તેનો સંપૂર્ણ અભાવ થવાથી પૂર્ણ સુખરૂપ ફળ મળે છે. તેથી પૂર્ણ સુખ પ્રાપ્ત કરવા અર્થે જ કેવળીનો યોગનિરોધ માટે શ્રમ છે, પરંતુ ચરમદુઃખ માટે શ્રમ નથી.
વળી તૈયાયિકે શ્લોક-૨૭માં કહેલ કે પુરુષાર્થ માટે દુઃખમાં પણ પ્રવૃત્તિ થાય છે, અને તેમાં યુક્તિ આપેલ કે રાજસેવાદિમાં દુઃખના નિમિત્તે પ્રવૃત્તિ દેખાય છે. તે વચન પણ તેમનું યુક્ત નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – રાજસેવાદિમાં પણ સુખ માટે જ પ્રવૃત્તિ દેખાય છે.
આશય એ છે કે અર્થપુરુષાર્થ માટે રાજસેવાદિરૂપ શ્રમમાં જે પ્રવૃત્તિ દેખાય છે, તે પ્રવૃત્તિ પણ ધનપ્રાપ્તિ દ્વારા ભોગાદિના સુખ માટે થાય છે, પરંતુ દુઃખ માટે પ્રવૃત્તિ થતી નથી. તેથી તૈયાયિક રાજસેવાદિના દૃષ્ટાંતથી યોગીની ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ સ્થાપન કરે છે, તે વચન અયુક્ત છે.
વળી કટુક ઔષધ-પાનાદિમાં પણ આગામી સુખના આશયવાળી પ્રવૃત્તિ છે, માત્ર દુઃખમાં પ્રવૃત્તિ નથી. તેથી જો મોક્ષ સુખરૂપ હોય તો આગામી મોક્ષરૂપ સુખના અર્થે ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ સ્વીકારી શકાય; પરંતુ નૈયાયિકો તો મોક્ષને સુખરૂપ માનતા નથી, પરંતુ દુઃખના અત્યંત અભાવરૂપ મોક્ષ માને છે, અને દુઃખના અત્યંત અભાવ માટે ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ કહે છે. આથી તેમનું તે વચન ઉન્મત્તના પ્રલાપ જેવું છે, કેમ કે કટુક ઔષધપાનાદિમાં પણ જે વિચારકો પ્રવૃત્તિ કરે છે, તે કટુક ઔષધપાનાદિની પ્રવૃત્તિ દુઃખરૂપ હોવા છતાં તે કટુક ઔષધપાનાદિની પ્રવૃત્તિ આગામી સુખ માટે કરે છે.
ગ્રંથકારશ્રી સ્વકથનની પુષ્ટિ માટે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org