________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૮-૨૯
૧૦૯ વળી કટુક ઔષધપાનાદિની પ્રવૃત્તિ આગામી સુખ માટે ન હોય તો દુઃખનો ત્યાગ કરવાની ઇચ્છાવાળા એવા વિવેકી પુરુષોની મરણાદિમાં પણ પ્રવૃત્તિ થવી જોઈએ; પરંતુ દુઃખનો ત્યાગ કરવાની ઇચ્છાવાળા વિવેકી પુરુષો દુઃખના કારણભૂત રોગને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ મરણાદિમાં પ્રવૃત્તિ કરતા નથી; કેમ કે મરણાદિમાં આગામી સુખ નથી, અને કટુક ઔષધપાનાદિથી રોગની નિવૃત્તિને કારણે આગામી સુખ થાય છે. તેથી આગામી સુખ અર્થે જ દુઃખમાં પ્રવૃત્તિ સ્વીકારી શકાય.
વળી તૈયાયિકો વડે મોક્ષમાં સુખ ઇચ્છતું નથી, તેથી મોક્ષ માટે કરાતો સર્વ પ્રયાસ વ્યર્થ છે; કેમ કે વિચારક એવા સંસારી જીવોની જે કાંઈ પ્રવૃત્તિ છે તે સુખાર્થે છે, દુઃખાર્થે નથી, કે દુઃખના અત્યંત નાશાર્થે પણ નથી, પરંતુ દુઃખના અત્યંત નાશપૂર્વક કાંઈક સુખને માટે છે. માટે મોક્ષને માત્ર દુ:ખાભાવરૂપ નહિ, પરંતુ સંપૂર્ણ સુખરૂપ સ્વીકારીએ તો મોક્ષના ઉપાયની પ્રવૃત્તિ સંગત થાય, અન્યથા નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ll૨૮ અવતરણિકા :
किञ्च चरमदुःखत्वं तत्त्वज्ञानजन्यतावच्छेदकमपि न सम्भवतीत्याह - અવતરણિકાર્ચ -
વળી ચરમદુઃખત્વ તત્વજ્ઞાનજચતાવચ્છેદક પણ સંભવતું નથી તિ=ણત એને, કહે છે –
જે તત્ત્વજ્ઞાનનન્યતાવછે ન - અહીં પ થી એ કહેવું છે કે ચરમદુઃખત્વ મોક્ષપુરુષાર્થનું કારણ તો થતું નથી, પરંતુ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક પણ થતું નથી. ભાવાર્થ :
નૈયાયિકો સર્વથા ક્લેશનાશરૂપસર્વથા દુ:ખના અભાવરૂપ, મોક્ષ સ્વીકારે છે, પરંતુ સુખરૂપ મોક્ષ સ્વીકારતા નથી; અને સર્વથા દુઃખના અભાવનું કારણ ચરમદુઃખની ઉત્પત્તિ છે, તેમ કહે છે; કેમ કે ઉત્પન્ન થયેલ ચરમદુઃખ પછીની ક્ષણમાં અભાવરૂપે થાય છે. તેથી ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર સ્વીકારે છે, અને ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર તત્ત્વજ્ઞાનથી થાય છે તેમ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org