________________
૧૦૭
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ભાવાર્થ - નૈયાયિકો ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર છે, એમ કહે છે. તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર છે તેમ તૈયાયિકો કહે છે, અને તેમ કહેવા પાછળનો તેમનો આશય એ છે કે મુક્તિ દુઃખના અત્યંત અભાવરૂપ છે, પરંતુ સુખરૂપ નથી, અને દુઃખનો અત્યંત અભાવ ચરમદુઃખ ઉત્પન્ન થાય તો જ થઈ શકે; કેમ કે સંસારમાં જે જે દુઃખો ઉત્પન્ન થાય છે તે તે દુઃખો તે તે ક્ષણમાં અનુભવાય છે, અને ઉત્તરક્ષણમાં તેનો નાશ થાય છે, તોપણ તે દુઃખનો નાશ થવા છતાં અન્ય અન્ય દુઃખોનો પ્રવાહ ચાલે છે. તેથી સંસારમાં જે જે દુઃખો આવે છે તે તે પ્રતિક્ષણ અનુભવ કરાવીને ઉત્તરક્ષણમાં સ્વતઃ જાય છે, પરંતુ તે દુઃખ ચરમદુઃખ નહિ હોવાથી ઉત્તર ઉત્તરનાં દુઃખો ઉત્પન્ન થયા કરે છે; પરંતુ ચરમદુઃખ ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણમાં તે દુઃખનો નાશ થાય છે પછી દુઃખ ઉત્પન્ન થતું નથી. તેથી દુઃખના અત્યંત અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ એવો વ્યાપાર છે. તે વ્યાપારથી ઉત્પન્ન થયેલું ચરમદુઃખ ઉત્તરક્ષણમાં નાશ પામે છે, તેથી ચરમદુઃખના નાશથી સર્વથા ક્લેશના અભાવરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું નૈયાયિકોનું વચન છે, જે વચન કોઈપણ વિચારક કહે નહિ, પરંતુ તત્ત્વને જોવામાં જેમની દૃષ્ટિ મોહ પામેલી છે તેવા મદથી ઉદ્ધત થયેલ પુરુષ આવું વચન કહે, એમ ગ્રંથકારશ્રી કહે છે – કેમ આવું વચન વિચારક પુરુષ કહે નહિ ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે
જે યોગી સાધના કરીને યોગની પૂર્ણતાને પામવાની તૈયારીમાં છે, તેવા કેવલજ્ઞાનને પામેલા કૃતકૃત્ય યોગી છે, તેઓને તે વખતે જે સુખ છે તેને છોડીને દુ:ખના નાશ માટે તેઓ યોગનિરોધ માટે પ્રયત્ન કરતા નથી અર્થાત્ કેવલજ્ઞાનકાળમાં જે સુખ છે તેનાથી અધિક સુખ યોગનિરોધકાળમાં છે, તેના માટે શ્રમ કરે છે; પરંતુ ચરમક્લેશરૂપ દુઃખ માટે શ્રમ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org