________________
૧૦૩
ક્લેશતાનોપાયદ્વાચિંશિકાશ્લોક-૨૭
જ વર્તમાનર્ચાપ - અહીં મરથી એ કહેવું છે કે અતીત, અનાગત દુઃખના નિવર્તન માટે તો યત્ન નથી, પરંતુ વર્તમાનના પણ દુઃખનો વિરોધીગુણના પ્રાદુર્ભાવથી નાશ થાય છે, માટે વર્તમાનના દુઃખના નિવર્તનમાં પણ યત્ન નથી. ભાવાર્થ :નૈયાયિકોના મતે ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર ક્લેશનાશનો ઉપાય -
કોઈ પુરુષને યોગી આદિના સંપર્કથી તત્ત્વજ્ઞાનરૂપ દીપક પ્રગટે તો અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થાય છે, તેથી દેખાતો સંસાર ક્લેશરૂપ છે તેવો બોધ થાય છે. તેવો બોધ થયા પછી તે યોગી ક્લેશના નાશરૂપ પુરુષાર્થ માટે દુ:ખમાં પણ પ્રવૃત્તિ કરે છે ચરમદુઃખની નિષ્પત્તિ માટે પણ પ્રવૃત્તિ કરે છે. તેથી ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર છે, એમ તાર્કિક એવા નૈયાયિકો કહે છે.
અહીં કોઈ કહે કે દુઃખ અર્થે કોઈ વિચારક પ્રવૃત્તિ કરે નહિ, પરંતુ સુખ અર્થે પ્રવૃત્તિ કરે છે. તેથી સુખરૂપ મોક્ષ પુરુષાર્થ માટે ક્લેશનાશમાં પ્રવૃત્તિ છે, પરંતુ ચરમદુઃખની ઉત્પત્તિમાં કોઈ વિચારકની પ્રવૃત્તિ નથી. તેના નિરાકરણ માટે તૈયાયિકો યુક્તિ આપે છે –
રાજસેવાદિમાં તે પ્રકારે દેખાય છે અર્થાત્ ધનરૂપ પુરુષાર્થ માટે કષ્ટરૂપ એવા રાજસેવાદિમાં વિચારક જીવો પ્રવૃત્તિ કરે છે, તેમ મોક્ષરૂપ પુરુષાર્થ માટે કષ્ટરૂપ એવા ચરમદુઃખમાં પ્રવૃત્તિ થઈ શકે છે, એમ તૈયાયિકો કહે છે.
ચરમદુઃખમાં પ્રવૃત્તિ કરવાથી ક્લેશનાશ કઈ રીતે થાય છે ? તે બતાવે છે| વિવેકી પુરુષ ચરમદુઃખમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેના પ્રયત્નથી સ્વયં ઉત્પાદિત એવા ચરમદુઃખરૂપ ક્લેશનો નાશ થાય છે અર્થાત્ ક્લેશનો સ્વયં નાશ થાય છે, એ પ્રમાણે તાર્કિક એવા તૈયાયિકો કહે છે, અને તેમાં મુક્તિ આપે છે –
અતીત દુઃખ તો વર્તમાનમાં નથી, પરંતુ વર્તમાનમાં ઉપરત શાંત થયેલ છે, માટે તેના નાશ માટે યત્ન થઈ શકે નહિ. અનાગત દુઃખ હજુ ઉત્પન્ન થયું નથી, તેથી તેના નાશ માટે પણ યત્ન થઈ શકે નહિ. વર્તમાનનું જે દુઃખ વિદ્યમાન છે, તે વિરોધીગુણના પ્રાદુર્ભાવથી નાશ થાય છે, તેથી વર્તમાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org