________________
૧૦૪
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ દુઃખના નાશ માટે પણ યત્ન થતો નથી, પરંતુ વિરોધીગુણના પ્રાદુર્ભાવ માટે યત્ન થાય છે.
જેમ – કોઈને વર્તમાનમાં વ્યાધિકૃત દુઃખ વર્તતું હોય તો વ્યાધિના નાશથી ઉત્પન્ન થતા અવ્યાધિરૂપ ગુણના પ્રાદુર્ભાવથી તે વર્તમાનના દુઃખનો નાશ થાય છે, પરંતુ તે રીતે વર્તમાનના દુઃખનો નાશ કરવા માત્રથી સર્વ ક્લેશોનો ઉચ્છેદ થતો નથી; કેમ કે આ રીતે વિરોધીગુણના પ્રાદુર્ભાવથી વર્તમાનના દુઃખનો નાશ થયેલો હોવા છતાં તે ચરમદુઃખનો નાશ નથી, માટે ફરી દુઃખો આવી શકે છે. તેથી સર્વથા દુઃખના નાશના અર્થી જીવો શામાં ઉદ્યમ કરે છે? તે બતાવવા અર્થે કહે છે–
ચરમદુઃખને ઉત્પન્ન કરીને તેનો નાશ કરવો એ જ મોક્ષપુરુષાર્થ છે. તેથી સર્વ ક્લેશના નાશરૂપ મોક્ષપુરુષાર્થ માટે ચરમદુઃખમાં ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનો નૈયાયિકનો આશય છે. ગરબા અવતરણિકા :
एतदपि मतं दूषयति - અવતરણિકાર્ચ - આ પણ મતને દૂષિત કરે છે –
તપિ માં ફૂપતિ - અહીં પથી એ કહેવું છે કે પૂર્વમાં બૌદ્ધમત અને પાતંજલમતને તો ગ્રંથકારશ્રીએ દૂષિત કર્યા, પરંતુ આ પણ મતને=નયાયિકના પણ મતને, ગ્રંથકારશ્રી દૂષિત કરે છે. ભાવાર્થ - નિયાયિકો મોક્ષને દુઃખાભાવરૂપ સ્વીકારે છે, પરંતુ સુખરૂપ સ્વીકારતા નથી, અને સંસારને ક્લેશરૂપ દુઃખરૂપ, સ્વીકારે છે. સંસારમાં દુઃખોની પરંપરા અનાદિકાળથી ચાલે છે, પરંતુ ચરમદુઃખની પ્રાપ્તિ થઈ નથી; પરંતુ કોઈક જીવને વિવેક પ્રગટે તો ક્લેશ વગરના એવા મોક્ષરૂપે પુરુષાર્થ માટે ચરમદુઃખમાં પ્રવૃત્તિ કરે છે, તેથી ચરમદુઃખની નિષ્પત્તિના ઉત્તરમાં સર્વ ક્લેશના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ નિયાયિકો કહે છે. નૈયાયિકના એ મતને પણ ગ્રંથકારશ્રી દૂષિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org