________________
૭૬
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર અવિધાના નાશથી દક્ અને દૃશ્યના સંયોગનો નાશ થવાથી ભવપ્રપંચના નાશની સંગતિ :
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/મ્લોક-૨૩-૨૪
પાતંજલદર્શનકારના મત પ્રમાણે દગ=પુરુષ અને દૃશ્ય-બુદ્ધિતત્ત્વ એ બેના સંયોગથી અવિવેક ખ્યાતિ ઉત્પન્ન થાય છે, અને અવિવેકખ્યાતિને કારણે જીવમાં અવિદ્યા ઉત્પન્ન થાય છે અને અવિદ્યાથી ભવપ્રપંચ ઉત્પન્ન થાય છે તેથી અવિદ્યાના નાશથી આ ભવપ્રપંચનો નાશ થાય છે; કેમ કે અવિદ્યાના નાશથી તેના કાર્યરૂપ દગ અને દૃશ્યના સંયોગનો નાશ થાય છે અને દ-દૃશ્યના સંયોગના નાશને કારણે તેના કાર્યરૂપ ભવપ્રપંચ નાશ થાય છે.
તેથી એ ફલિત થાય કે અવિઘાથી રચાયેલો આ ભવ પ્રપંચ છે. શ્લોક૧૩માં કહેલ એ પ્રમાણે વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય છે, અને તે વિવેકખ્યાતિ તત્ત્વના યથાર્થ બોધસ્વરૂપ છે. તે તત્ત્વના યથાર્થ બોધસ્વરૂપ વિવેકખ્યાતિ જ્યારે તે પ્રકારે તત્ત્વની પરિણતિવાળી થાય છે, ત્યારે શ્લોક૧૨માં કહેલ તેવી પ્રકૃષ્ટ વિવેકખ્યાતિ પ્રગટે છે, અને તે વિવેકખ્યાતિ જ્યારે અનુપપ્લવવાળી બને છે ત્યારે ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે. તે વિવેકખ્યાતિ સાત પ્રકારની પ્રાંતભૂપ્રજ્ઞારૂપ છે. વળી, યોગીને સંસારના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન થવાને કારણે સંસારના ભાવો પ્રત્યે અત્યંત વિમુખભાવ થાય તેવા પ્રકારના સ્વરૂપવાળી આ વિવેકખ્યાતિ છે. જૈનદર્શનકાર તેને જીવની અસંગઅવસ્થા સ્વરૂપ કહે છે.
આ રીતે વિવેકખ્યાતિથી અવિદ્યાનો નાશ થાય છે, અને ક્રમસર અન્ય સર્વ ક્લેશોનો નાશ થાય છે ત્યારે, દૃષ્ટા એવો પુરુષ અને દશ્ય એવું બુદ્ધિતત્ત્વ, એ બેના યોગના કારણે અવિદ્યાથી રચિત એવો ભવનો પ્રપંચ અત્યાર સુધી જીવમાં વર્તે છે તેનો નાશ થાય છે, એ પ્રકારે પાતંજલદર્શનકારો કહે છે. II૨૩||
અવતરણિકા :
एतद् दूषयति
અવતરણિકાર્ય :
આને દૂષિત કરે છે=શ્લોક-૧૨થી શ્લોક-૨૩ સુધી ક્લેશનાશનો ઉપાય પાતંજલદર્શનકારોએ કહ્યો, એને દૂષિત કરે છે -
-
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org