________________
૧૧૦
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૨૮-૨૯ સામે રાખીને સુગત એવા સર્વજ્ઞએ અનિત્યદેશના આપી. તેથી દેશનાના વૈચિત્રથી= વિવિધતાથી, સર્વજ્ઞરૂપ વ્યક્તિના ભેદની સિદ્ધિ છે; પરંતુ જ્યારે તીર્થકરની એક દેશના શ્રોતાને તે તે રૂપે પરિણમન પામે છે, તેમ સ્વીકારીએ, ત્યારે દેશનાનું વૈચિત્રવિવિધતા નથી, પરંતુ એક જ દેશના શ્રોતાને તે તે રૂપે પરિણમન પામે છે, તેનું કારણ તીર્થકરનું તેવા પ્રકારનું અચિંત્ય પુણ્ય છે. માટે દેશનાનું વૈચિત્ર્ય નહીં હોવાથી દેશના એક જ પ્રકારની હોવાથી, તેના ઉપદેશક એવા તીર્થકર છે અન્ય કોઈ નથી. પછી તે તીર્થકર વીર ભગવાન હોય કે ઋષભદેવ હોય અને તેઓ જ કપિલાદિ નામભેદથી સર્વ દર્શનકારોના ઉપાસ્ય છે. ll૨૮II
અવતરણિકા :
प्रकारान्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય પ્રકારને કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં શંકા કરેલ કે કપિલ, સુગાદિ સર્વજ્ઞ હોય તો કપિલે નિત્ય આત્મા અને સુગતે અનિત્ય આત્મા કેમ કહ્યો ? તેનું સમાધાન શ્લોક-૨૭થી પ્રથમ બતાવ્યું કે (૧) જુદા જુદા પ્રકારના શિષ્યોના ઉપકાર માટે કપિલ અને સુગત સર્વજ્ઞ હોવા છતાં જુદી જુદી દેશના આપી છે. આમ એક રીતે સમાધાન કર્યા પછી બીજી રીતે શ્લોક-૨૮થી સમાધાન કર્યું કે (૨) તીર્થકરોનું અચિંત્ય પુણ્ય હોવાના કારણે એક પણ દેશના શ્રોતાના ભેદથી તેના ભવ્યત્વ અનુસાર કોઈને નિત્યરૂપે અને કોઈને અનિત્યરૂપે ભાસે છે. આ રીતે બે પ્રકારે સમાધાન કર્યા પછી કપિલે આત્માને નિત્ય અને સુગતે આત્માને અનિત્ય કેમ કહ્યો ? હવે શ્લોક-૨૯થી તેનું સમાધાન ત્રીજા પ્રકારે કરે છે – શ્લોક -
चित्रा वा देशना तत्तन्नयैः कालादियोगतः । यन्मूला तत्प्रतिक्षेपोऽयुक्तो भावमजानतः ।।२९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org