________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૮
૧૦૯
બોધ થયો કે ‘આ સર્વ પદાર્થો ક્ષણિક છે, માટે ક્ષણિક પદાર્થ પ્રત્યે આસ્થા રાખવા જેવી નથી.’ આ પ્રકારે તીર્થંકરની દેશનાથી ક્ષણિકવાદનો બોધ થવાને કારણે તેઓ યોગમાર્ગમાં ઉત્સાહી થયા. આ રીતે ભગવાનની દેશના જુદા જુદા શ્રોતાઓને ઉચિત બોધ કરાવીને હિતમાં પ્રવર્તક બને છે. માટે પરમાર્થથી તીર્થંકરની ચિત્રદેશના નથી, પરંતુ એકસરખી દેશના છે.
ટીકામાં ‘ચિત્ત્વપુણ્યસામર્થ્ય'નો અર્થ કર્યો કે ‘અનિર્વચનીય પરબોધના આશ્રયવાળા ઉપાત્ત કર્મના વિપાકથી શ્રોતાઓને ભગવાનની દેશના જુદી જુદી રીતે પરિણમન પામે છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવાનનો તીર્થંકરનામકર્મનો વિપાક સ્વનો આશ્રય કરનાર નથી, પરંતુ પરના બોધનો આશ્રય કરનાર છે, જેમ કેટલીક કર્મપ્રકૃતિઓનો વિપાક પોતાના આશ્રયવાળો હોય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મનો વિપાક પોતાના જ્ઞાનને અવરોધ કરનાર છે, અને સુંદર રૂપને આપનાર નામકર્મનો વિપાક પોતાને સુંદર દેહને આપનાર છે; જ્યારે ભગવાનનું તીર્થંકરનામકર્મ ૫૨ના બોધને આશ્રય કરનાર ફળવાળું છે.
વળી આ તીર્થંકરનામકર્મનો વિપાક અનિર્વચનીય છે અર્થાત્ જેનું વર્ણન કરી શકાય નહીં, તેવો અદ્ભુત છે; કેમ કે ભગવાનનો વચનાતિશયગુણ હોવાને કારણે જે જીવમાં જેટલી યોગ્યતા હોય તે યોગ્યતાને અવશ્ય ખીલવી શકે તેવા સામર્થ્યવાળું તેમનું પુણ્યકર્મ છે. તે બતાવવા માટે અનિર્વચનીય તીર્થંકરનામકર્મનો વિપાક છે, એવું વિશેષણ આપેલું છે.
ટીકામાં કહ્યું કે ભગવાનના અચિંત્ય પુણ્યસામર્થ્યથી શ્રોતાના ભેદથી યથાભવ્ય ઉપકાર થાય છે, એથી દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞના વૈચિત્ર્યની સિદ્ધિ નથી. તેનું તાત્પર્ય એ છે કે તીર્થંકરે એકસરખી દેશના આપી, તેથી તેઓની દેશનામાં વૈચિત્ર્યની સિદ્ધિ નથી=વિવિધતા નથી, પરંતુ શ્રોતાના ભેદથી દેશના વિવિધરૂપે પરિણમન પામી છે. તેથી દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞના વૈચિત્ર્યની સિદ્ધિ નથી.
આનાથી એ ફલિત થાય કે પ્રથમ વિકલ્પ પ્રમાણે દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞરૂપ વ્યક્તિના ભેદની સિદ્ધિ છે; કેમ કે શ્રોતાના ઉપકારને સામે રાખીને કપિલ એવા સર્વજ્ઞએ નિત્યદેશના આપી, અને ભિન્ન પ્રકારના શ્રોતાના ઉપકારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org