________________
૭૧
તારાદિત્રયાત્રિશિકા/બ્લોક-૨૪ સુધીના જીવોમાં યોગમાર્ગની પ્રવૃત્તિ જોઈને કોઈને થાય કે “આ જીવોમાં વેદ્યસંવેદ્યપદ છે,” વસ્તુતઃ ત્યાં વેદ્યસંવેદ્યપદ નથી, પરંતુ વેદ્યસંવેદ્યપદની પૂર્વભૂમિકારૂપ કંઈક યથાર્થ બોધ છે. તેથી ચાર દૃષ્ટિઓવર્તી જીવોમાં વર્તતા અવેદ્યસંવેદ્યપદમાં વેદ્યસંવેદ્યપદની કંઈક આભા દેખાય છે, માટે તે વેદ્યસંવેદ્યપદ તાત્ત્વિક નથી, પરંતુ તત્સદશમાં આરોપને કારણે અવેદ્યસંવેદ્યપદમાં વેદ્યસંવેદ્યપદ સંસર્ગીરૂપે દેખાય છે, માટે અતાત્ત્વિક છે; અને અતાત્ત્વિક છે આથી જ અનુબણ છે=અવેદ્યસંવેદ્યપદ જેવું અધિક માત્રામાં નથી, પરંતુ અલ્પમાત્રામાં છે; અને આ ચાર દૃષ્ટિમાં અતાત્ત્વિક પણ જે વેદ્યસંવેદ્યપદ છે, તે ચરમ યથાપ્રવૃત્તિકરણથી જ છે, એમ યોગાચાર્યો કહે છે.
તેથી એ ફલિત થાય કે અપૂર્વકરણને કારણે ગ્રંથિભેદથી થયેલું વેદ્યસંવેદ્યપદ તાત્ત્વિક છે, અને ચરમયથાપ્રવૃત્તિકરણથી થયેલું અતાત્ત્વિક વેદસંવેદ્યપદ ચાર દૃષ્ટિઓ સુધી છે.
અતાત્ત્વિક શબ્દ બે અર્થમાં વપરાય છે : (૧) બાહ્ય આકારમાત્રથી સાદૃશ્ય હોય, પરંતુ ગુણથી કંઈ પણ સાદશ્ય ન હોય, તે અતાત્ત્વિક કહેવાય. જેમ વેષ વિડંબક સાધુ. (૨) કંઈક ગુણથી સાદૃશ્ય હોવા છતાં તત્સમાન ગુણવાળું નથી, તે પણ અતાત્ત્વિક કહેવાય. જેમ પ્રવજ્યકાળમાં પ્રગટ થતો અતાત્ત્વિક સામર્થ્યયોગ.
અહીં અતાત્ત્વિક એટલે “મિથ્યા' અર્થમાં પ્રયોગ નથી, પરંતુ તાત્ત્વિક સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીમાં આવે છે, અને અતાત્ત્વિક સામર્થ્યયોગ પ્રવ્રજ્યાકાળમાં આવે છે, તેમ “યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહેલ છે. તેથી એ ફલિત થાય કે જેમ મુખ્ય સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીકાળમાં હોય છે, અને તેના કારણભૂત એવો સામર્થ્યયોગ પ્રવ્રયાકાળમાં હોય છે; તેમ મુખ્ય વેદ્યસંવેદ્યપદ સમ્યગ્દષ્ટિને હોય છે; કેમ કે બંધ અને મોક્ષનાં કારણોને તે યથાર્થ જાણે છે, અને તેની પૂર્વભૂમિકારૂપ વેદ્યસંવેદ્યપદ ચાર દૃષ્ટિઓમાં હોય છે; કેમ કે ચાર દૃષ્ટિવર્તી જીવો પણ બંધ અને મોક્ષનાં કારણો કંઈક યથાર્થ જાણે છે. આમ છતાં ચાર દૃષ્ટિ સુધી બોધમાં વિપર્યા છે, તેથી અવેદ્યસંવેદ્યપદ વર્તે છે. માટે એકાંત વેદસંવેદ્યપદ નથી, પરંતુ કંઈક અવેદ્યસંવેદ્યપદ છે અને કંઈક વેદ્યસંવેદ્યપદ છે, અને અવેદ્યસંવેદ્યપદ બળવાન છે. આથી જ ચાર દૃષ્ટિ સુધી આટલો યથાર્થ બોધ હોવા છતાં તે નિવર્તન પામતું નથી. રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org