________________
ઉ૪
તારાદિત્રયદ્વાિિશકાશ્લિોક-૨૨ ટીકાર્ય :
તત્વશ્રવણથી સુરવીવા=સુખને લાવનારી ઉભયલોકના સુખને કરનારી તીવ્રા ઉત્કટ, ગુરુભક્તિ તત્ત્વને સંભળાવનારા ગુરુમાં ભક્તિ આરાધ્યપણારૂપે પ્રતિપત્તિ થાય છે. તેનાથી ગુરુભક્તિથી, સમાપતિ આદિ ભેદથી ભગવાનના સાક્ષાત્કાર સ્વરૂપ તીર્થંકરનું દર્શન થાય છે.
તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું છે તે યોગદષ્ટિ સમુચ્ચય શ્લોક-૬૪માં કહેવાયું છે –
“ગુરુભક્તિના પ્રભાવથી નિર્વાણનું એક કારણ એવું સમાપત્તિ આદિના ભેદથી તીર્થંકરનું દર્શન મનાયું છે.” સમાપત્તિનો અર્થ કરે છે –
અહીંતીર્થંકરના વિષયમાં સમાપતિ ધ્યાનથી સ્પર્શતા કહેવાય છે. સમીપજ્યક્તિમાં રહેલા “આદિ પદથી તેના નામકર્મનો બંધ તીર્થંકર નામકર્મનો બંધ, વિપાકથી તેના ભાવની આપત્તિ=પ્રાપ્તિ, અને તેના ભાવની ઉપપતિતીર્થંકરરૂપે થવું, તેનું ગ્રહણ કરવું. ઘરરા ભાવાર્થ :(૧) તત્ત્વશ્રવણથી પ્રાપ્ત થતું ફળ – (૨) ઉભયલોકના સુખને કરનારી ગુરુભક્તિ –
ચોથી દૃષ્ટિવાળા જીવો તત્ત્વનું શ્રવણ કરે છે ત્યારે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ સમ્યક્ ઊહ પ્રવર્તતો હોય છે, અને તેના કારણે તેઓને અવશ્ય તત્ત્વનો બોધ થાય છે; અને જ્યારે તત્ત્વનો બોધ થાય છે ત્યારે તે જીવો ગ્રંથિભેદ કરીને સમ્યક્ત્વ પામેલા હોય છે, અને ચોથી દૃષ્ટિવાળા જીવોને જે ગુરુ પાસેથી સમ્યક્તની પ્રાપ્તિરૂપ તત્ત્વની પ્રાપ્તિ થઈ તે ગુરુ પ્રત્યે ઉત્કટ ભક્તિ ઉત્પન્ન થાય છે, જે આલોક અને પરલોક ઉભયલોકના સુખને કરનારી છે; કેમ કે ગુણવાન પ્રત્યેની ભક્તિને કારણે તે મહાત્મા જે કંઈ ઉચિત પ્રતિપત્તિ આદિ કરે છે, તેનાથી તેના ચિત્તમાં આલાદ થાય છે. તેથી તે મહાત્માને આલોકમાં ચિત્તના સ્વાથ્યરૂપ સુખનો અનુભવ થાય છે, અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org