________________
પ૧
તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૧૮
યોગીઓને જુદા જુદા પ્રકારની રૂચિ છે. તેથી પ્રાણાયામની રુચિવાળા યોગીઓને પ્રાણાયામથી પણ ફળની સિદ્ધિ છે.
આશય એ છે કે ભગવાનના શાસનમાં કહેવાયેલા યોગોમાંથી કોઈક યોગ કોઈક યોગીને આશ્રયીને ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે, તો તે યોગ અન્ય યોગીને આશ્રયીને ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બનતો નથી, પરંતુ અંતરાયનું પણ કારણ બને છે. જેમ કેટલાક યોગીઓને તપ ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે, તો વળી અન્ય યોગીઓને તે તપ જ સ્વાધ્યાયમાં શૈથિલ્યનું આપાદન કરીને યોગમાર્ગની પ્રવૃત્તિને શિથિલ પણ કરે છે. તે રીતે જે યોગીઓ પ્રાણાયામ વગર સાક્ષાત્ ધારણાયોગમાં પ્રયત્ન કરી શકે છે, તેવા યોગીઓને પ્રાણાયામની ક્રિયા યોગની પ્રવૃત્તિમાં વિલંબનનું કારણ બને છે; પરંતુ જે યોગીઓ પ્રાણાયામના બળથી મનની સ્થિરતા ઉત્પન્ન કરી શકે છે, અને પ્રાણાયામ દ્વારા સ્થિર થયેલા મનથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે, તેવા યોગીઓની અપેક્ષાએ પ્રાણાયામ પણ ફળસિદ્ધિનું કારણ છે; અને તેમાં યુક્તિ બતાવે છે --
સ્વરુચિની પ્રાપ્તિથી સિદ્ધ થયેલો ઉત્સાહ યોગનો ઉપાય છે. તેથી જે યોગીને મન સ્થિર કરવા અર્થે પ્રાણાયામમાં રુચિ છે, તેવા યોગીને પ્રાણાયામ સિદ્ધ થાય ત્યારે તેનું ચિત્ત ઉત્સાહિત થાય છે, અને ઉત્સાહિત થયેલું ચિત્ત પ્રાણાયામના બળથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. આ ઉત્સાહ યોગનો ઉપાય છે. તેમાં યોગબિંદુ ગ્રંથ શ્લોક-૪૧૧નો સાક્ષીપાઠ આપેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે –
આ શ્લોકમાં મુનિને યોગનિષ્પત્તિનાં છ કારણો બતાવ્યાં છેઃ (૧) ઉત્સાહથી= વીર્યના ઉલ્લાસથી, (૨) નિશ્ચયથી કર્તવ્ય કાર્યમાં એકાગ્ર પરિણામથી, (૩) વૈર્યથી=સંકટ આવી પડે તોપણ પ્રતિજ્ઞાથી ચલાયમાન નહીં થવાના પૈર્યથી, (૪) સંતોષથી=આત્મામાં રમણતાસ્વરૂપ સંતોષથી, (૫) તત્ત્વદર્શનથી= યોગ જ અહીં પરમાર્થ છે” એ પ્રમાણે સમાલોચનથી, () જનપદના ત્યાગથી= ગતાનુગતિક લોકવ્યવહારના ત્યાગથી. આ છ વડે મુનિનો અર્થાત્ યોગીનો યોગ નિષ્પત્તિને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org