________________
૫૦
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૧૮ નથી. આમ છતાં, કોઈ યોગીનું ચિત્ત પ્રાણાયામ વગર યોગમાર્ગની પ્રવૃત્તિમાં સ્થિરતા ન કરી શકતું હોય તેની અપેક્ષાએ પ્રાણાયામનું કંઈક પ્રયોજન પણ છે. બાકી વગર પ્રાણાયામે જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે, તેવા યોગીઓ માટે યોગમાર્ગની પ્રવૃત્તિનું વિલંબન કરવું તે પ્રયોજન વગરનું છે.
પ્રાણાયામનો ભગવાનના શાસનમાં નિષેધ છે, તેના માટે આવશ્યકનિર્યુક્તિની ગાથા સાક્ષીપાઠરૂપે આપી, તેનો અર્થ આ પ્રમાણે છે --
મારણાન્તિક ઉપસર્ગકાળમાં જેણે અભિગ્રહ કર્યો છે કે “જ્યાં સુધી આ ઉપસર્ગ ન જાય ત્યાં સુધી હું આહાર-પાણી આદિ સર્વનો ત્યાગ કરું છું અને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સ્થિર કાયોત્સર્ગમાં રહીને ધ્યાનમાં રહેવા પ્રયત્ન કરે છે, તેવા સાધકોને પણ ઉચ્છવાસનો નિરોધ નિષેધ કરાયેલો છે, તો ચેષ્ટા કાયોત્સર્ગ કરનાર અર્થાત્ ભિક્ષાચર્યાદિ ક્રિયાઓ નિમિત્તે કાયોત્સર્ગ કરનારાઓને તો નક્કી ઉચ્છવાસનો નિરોધ કરવો જોઈએ નહીં; કેમ કે ઉચ્છવાસના નિરોધમાં સઘ મરણ પણ થઈ શકે. તેથી યતનાપૂર્વક સૂક્ષ્મ ઉચ્છવાસને મૂકે અર્થાત્ કાયોત્સર્ગકાળમાં બગાસું આદિ આવે તો જીવરક્ષા અર્થે મુહપત્તિ આદિ મુખ પાસે રાખી યતનાપૂર્વક શ્વાસ મૂકે.
આ રીતે પ્રાણાયામ કરવો તે આવશ્યકનિયુક્તિના વચનથી ભગવાનના શાસનમાં નિષિદ્ધ છે. આમ છતાં, સર્વજ્ઞનું વચન અનેકાંતાત્મક છે, તેથી જે જીવને પ્રાણાયામ ધારણાનું કારણ બનતો હોય તે જીવને આશ્રયીને પ્રાણાયામ કરવાનો નિષેધ નથી. તે બતાવવા અર્થે કહે છે –
પતંજલિઋષિએ કહેલ દ્રવ્ય પ્રાણાયામ કોઈ પુરુષ વિશેષમાં ધારણાની યોગ્યતાને અનુસરનારો થઈ શકે છે. તેથી તેવા યોગીઓ પ્રાણાયામ દ્વારા ધારણાની યોગ્યતા પ્રગટ કરીને ધારણા દ્વારા સાક્ષાત્ યોગમાર્ગમાં યત્ન કરી શકે છે. તેવા યોગીઓને આશ્રયીને દ્રવ્ય પ્રાણાયામનો નિષેધ નથી.
અહીં પ્રશ્ન થાય કે કોઈક યોગીને પ્રાણાયામ યોગમાર્ગમાં વિદ્ધભૂત છે, તો અન્ય યોગીને તે પ્રાણાયામ ધારણાની યોગ્યતાનું કારણ કઈ રીતે બની શકે ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org