________________
તારાદિત્રયદ્વાત્રિંશિકા/મ્લોક-૧૮
સ્વરુચિની સંપત્તિથી-રુચિના વિષયભૂત પદાર્થની પ્રાપ્તિથી, સિદ્ધ એવા ઉત્સાહનું યોગમાં ઉપાયપણું છે.
૪.
ઉત્સાહ યોગનો ઉપાય છે, તેમાં ‘થોવતા' થી યોગબિંદુ શ્લોક-૪૧૯ ની સાક્ષી આપે છે. જે પ્રમાણે કહેવાયું છે
-
“ઉત્સાહથી, નિશ્ર્ચયથી, ધૈર્યથી, સંતોષથી, તત્ત્વના દર્શનથી, જનપદના ત્યાગથી,
આ છ વડે મુનિનો યોગ નિષ્પત્તિને પામે છે.” ‘કૃતિ' શબ્દ યોગબિંદુના ઉદ્ધરણની
સમાપ્તિમાં છે.
ટીકામાં અહીં સુધી કહેલ કથનનું નિગમન કરતાં કહે છે
તે કારણથી જેને પ્રાણવૃત્તિના નિરોધથી જ ઇન્દ્રિયની વૃત્તિનો નિરોધ છે, તેને તેનો=પ્રાણાયામનો ઉપયોગ છે, એ પ્રમાણે તત્ત્વ છે. ।।૧૮।
ભાવાર્થ:ભાવપ્રાણાયામનું ફળ ઃ
યોગમાર્ગની સાક્ષાત્ પ્રવૃત્તિ ધારણા, ધ્યાન અને સમાધિથી થાય છે, જ્યારે યોગનાં અન્ય યમાદિ અંગો પરંપરાએ ઉપકા૨ક છે, જે વાત પૂર્વમાં ગ્રંથકારે કરેલી, અને યોગમાર્ગની સાક્ષાત્ પ્રવૃત્તિના અંગભૂત ધારણાની યોગ્યતા પ્રાણાયામથી થાય છે, તેથી પ્રાણાયામને ચોથું યોગાંગ સ્વીકારેલ છે.
પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પાતંજલ મત પ્રમાણે કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે પૂર્વશ્લોકમાં બતાવેલ દ્રવ્યપ્રાણાયામ દ્વારા સ્થિર કરાયેલું ચિત્ત સુખપૂર્વક નિયત દેશમાં ધારણ કરી શકાય છે, અને ચિત્તનો સત્ત્વગુણગત જે પ્રકાશ, તેનું જે ક્લેશરૂપ આવરણ, તેનો ક્ષય થાય છે.
આશય એ છે કે ચિત્ત સાત્ત્વિક, રાજસિક અને તામસિક પ્રકૃતિવાળું છે. રાજસી અને તામસી પ્રકૃતિનો ઉદ્રેક તે સાત્ત્વિક પ્રકૃતિનું આવરણ છે. પ્રાણાયામ દ્વારા સ્થિર કરાયેલું ચિત્ત રાગ-દ્વેષની આકુળતા વિનાનું બને છે, તેથી તેની સાત્ત્વિક પ્રકૃતિ ઉદયમાં આવે છે.
તેથી એ ફલિત થાય કે પ્રાણાયામ પૂર્વે જેનું ચિત્ત રાગાદિથી આકુળ થઈને જે તે વિષયોમાં જતું હતું, તે ચિત્ત પ્રાણાયામ દ્વારા સ્થિર બને ત્યારે તે ચિત્તમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org